ભાજપના સાંસદ રામભાઈ મોકરિયાની મારુતિ કુરિયર કંપનીને ફાયર સેફટીને લઈને નોટિસ ફટકારવામાં આવી છે. તેમની ઓફિસ પાસે ફાયર એનઓસી જ નથી. સાંસદે બે દિવસની મુદત બાકી હોવાનું જણાવતા મહાનગરપાલિકાની ટીમે સીલ માર્યુ ન હતું. અગાઉ ફાયર શાખા સામે સાંસદ રામ મોકરિયાએ લાંચનો આક્ષેપ કર્યો હતો.
રાજકોટ શહેરમા યાજ્ઞિક રોડ પર આવેલી રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાની કંપની મારુતિ કુરિયરના કોર્પોરેટ હાઉસમાં જુલાઈના મયમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી, જે બાદ ફાયર વિભાગે તપાસ કરતા આ ઓફિસમાં ફાયર NOC ન હોવાનું સામે આવતા મનપાના ફાયર વિભાગ દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે.
નિયમ મુજબ કોમશયલ કોમ્પ્લેક્ષમાં ૯ મીટરથી વધુ ઊંચાઈ હોય તો ફાયર સિસ્ટમ ઇન્સ્ટોલ કરવી ફરજીયાત હોય છે. પરંતુ અહીં ફાયર સિસ્ટમ ન હોવાથી ફાયર વિભાગ દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે. જેમાં નોટિસ મળ્યાના એક સપ્તાહની અંદર ફાયર સિસ્ટમ અંગે કાર્યવાહી કરવામાં ન આવે તો બિલ્ડીંગ સીલ કરવા સુધીની જોગવાઇ છે. જો કે સાંસદ મોકરિયા દ્વારા ફાયર સિસ્ટમ ઇન્સ્ટોલ કરવા અંગે બાયંધરી આપવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
રાજકોટ શહેરના નાના મવા રોડ પર આવેલ ટીઆરપી ગેમ ઝોન ખાતે થયેલ અગ્નિકાંડ બાદ મનપા એક્શનમાં આવી ફાયર એન.ઓ.સી. મામલે થોકબંધ નોટિસો ફટકારી બિલ્ડીંગો, ગોડાઉનો સીલ કરવામાં આવી રહ્યા છે ત્યારે રાજકોટના યાજ્ઞિક રોડ પર જાગનાથ પ્લોટ વિસ્તરમાં આવેલી રાજ્યસભાના સાંસદ રામ મોકરીયાની ઓફિસ કે જયાં તેઓ પોતે પણ બેસે છે તે મારૂતિ કુરિયરના કોર્પોરેટ હાઉસને પણ નોટિસ ફટકારવામાં આવી છે.
આ પહેલા રાજકોટ અગ્નિકાંડ સમયે સાંસદ રામ મોકરીયાએ ફાયર શાખાના તત્કાલીન ડે. ફાયર ઓફિસર ભીખા ઠેબા સામે રૂ.૭૦,૦૦૦ની લાંચ માગ્યાનો આક્ષેપ કર્યો હતો. તેમણે પાછળથી આ રકમ પરત પણ આપી હોવાનું જણાવ્યું હતું. જો કે જુલાઈ મહિનામાં આગ લાગતા સાંસદની પણ પોલ છતી થઈ છે. આજ સુધી રાજ્યસભાના સાંસદનું કાર્યાલય અને તેમની કુરિયર ઓફિસનું કોર્પોરેટ હાઉસ પણ ફાયર ર્દ્ગંઝ્ર વગર ચાલતું હતું. જો કે હવે સાત દિવસના સમયમાં ફાયર સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં ન આવે તો બિલ્ડીંગ સીલ કરવામાં આવશે કે પછી સાંસદ હોવાથી તેમને અલગથી સમય આપવામાં આવશે તે જોવું મહત્વનું રહેશે.