નવીદિલ્હી,
રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ પાર્ટીની ‘ભારત જોડો યાત્રા’ ચાલુ છે. આ દરમિયાન રાહુલ ગાંધીએ મધ્યપ્રદેશ ના ઈન્દોરમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સોમવારે ભાજપ પર નિશાન સાયું હતું. તેમણે કહ્યું કે ભાજપ મારી છબી ખરાબ કરવા માટે કરોડો રૂપિયા ખર્ચી રહી છે. ભાજપે મારી એક અલગ ઈમેજ બનાવી છે. તે લોકો માને છે કે તે ઈમેજ મારા માટે હાનિકારક છે, પરંતુ તે મારા માટે ફાયદાકારક છે. કારણ કે સત્ય મારી સાથે છે. મારા પર વ્યક્તિગત હુમલો થઈ રહ્યો છે, આવી સ્થિતિમાં સ્પષ્ટ છે કે હું સાચી દિશામાં આગળ વધી રહ્યો છું.
રાજસ્થાનમાં ચાલી રહેલા ગેહલોત અને પાયલોટ વચ્ચેના વિવાદ પર રાહુલ ગાંધીએ કહ્યું કે, બંને નેતાઓ કોંગ્રેસ માટે સંપત્તિ છે. રાહુલ ગાંધી ખુલીને કશું બોલ્યા નહોતા અને ટૂંકો જવાબ આપીને હસવા લાગ્યા હતા. તેમણે કહ્યું કે હું તેમાં વધારે પડવા માંગતો નથી. રાહુલે વધુમાં કહ્યું કે હું ગેરંટી આપી શકું છું કે આ વિવાદની ભારત જોડો યાત્રા પર કોઈ અસર નહીં થાય.
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સોમવારે કહ્યું કે ભારત જોડો યાત્રા દેશનો અવાજ બુલંદ કરી રહી છે. દેશમાં બેરોજગારીનું મુખ્ય કારણ સંપત્તિનું કેન્દ્રીકરણ અને ત્રણ-ચાર ઉદ્યોગપતિઓમાં સીમિત થવું એ છે. એકથી દોઢ વર્ષ પછી હું નક્કી કરીશ કે હું અમેઠીથી ચૂંટણી લડું કે નહીં. અત્યારે મારું સંપૂર્ણ યાન ભારત જોડો યાત્રા પર છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે પદયાત્રામાં દરરોજ નવો અનુભવ થાય છે. રાહુલ ગાંધીએ પણ ભાજપ પર નિશાન સાયું હતું. તેમણે કહ્યું કે ભાજપ દેશની જનતાનો અવાજ સાંભળી રહી નથી. આ સમયે દેશમાં નફરત અને ભયનું વાતાવરણ છે. પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ કહ્યું કે તેઓ તેમના તમામ લોકોની વાત સાંભળે છે.