મુંબઇ,
મહાશિવરાત્રિથી પહેલા આસામ સરકારે એક જાહેરાત કાઢી છે જેમાં એ દાવો કર્યો છે કે ભારતનું છઠ્ઠુ જ્યોતિર્લિંગ આસામના કામરૂપ જીલ્લાના ડાકિની પહાડી પર સ્થિત છે.આસામ સરકારના આ દાવાની મહારાષ્ટ્રમાં વિરોધ પક્ષોએ ભારે ટીકા કરી છે. હકીકતમાં માનવામાં આવે છે કે છઠ્ઠુ જ્યોતિર્લિંગ મહારાષ્ટ્રમાં પુણેની પાસે ભીમાશંકરમાં આવેલ છે.
મહારાષ્ટ્ર કોંગ્રેસે તેના પર વાંધો ઉઠાવતા કહ્યું કે ભાજપ મહારાષ્ટ્રથી ભગવાન શિવને છીનવવા ઇચ્છે છે.જયારે હવે આ વિવાદમાં હવે એનસીપી પણ કુદી પડી છે શરદ પવારના પૌત્ર અને એનસીપી ધારાસભ્ય રોહિત પવારે કહ્યું કે હજારો વર્ષોથી છઠ્ઠા જ્યોતિર્લિંગ અમારે ત્યાં છે આ તમામ જાણે છે.આસામમાં ચુંટણી છે આથી તે અમારા જ્યોતિર્લિંગ પર દાવો કરી રહી છે અમે તેનો વિરોધ કરીએ છીએ આસામના મુખ્યમંત્રી આવો દાવો કરી શું સાબિત કરવા ઇચ્છે છે તેમણે કોઇ અન્ય મુદ્દા પર રાજનીતિ કરવી જોઇએ એ યાદ રહે કે બળવા બાદ એકનાથ શિંદેનું ખુબ સારી રીતે આસામમાં મુખ્યમંત્રીને રાખ્યા હતાં.
કોંગ્રેસના ધારાસભ્ય ભાઇ જગતાપે કહ્યું કે ભાજપ પહેલા ભગવાન રામના નામ પર રાજનીતિ કરી અને હવે જ્યોતિર્લિંગ પર રાજનીતિ કરી રહી છે મહારાષ્ટ્રમાં હજારો વર્ષોથી જ્યોતિર્લિંગ છે ભાઇ જગતાપે કહ્યું કે રામ મંદિરનો મુદ્દો ખતમ થઇ રહ્યો છે આથી નવો મુદ્દો ઉઠાવી રહ્યું છે.પોતાના લાભ માટે ભગવાન શિવના નામનો ઉપયોગ કરવો જોઇએ નહીં મુખ્યમંત્રી શિદે અને આસામના મુખ્યમંત્રી બંન્ને સારા દોસ્ત છે આથી બંન્ને બેસીને વાતચીત દ્વારા આ વિવાદને ખતમ કરવો જોઇએ.