લુણાવાડા,
રાજ્યમાં વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ છે. ત્યારે મહીસાગર જિલ્લામાં ચૂંટણીનો માહોલ ગરમાયેલો જોવા મળી રહ્યો છે. આજે નામાંકન પત્ર ભરવાના અંતિમ દિવસે ભાજપમાં ભડકો જોવા મળી રહ્યો છે. મહીસાગર જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને ગુજરાત રાજ્ય આચાર્ય મંડળના પ્રમુખ અને ભાજપના દિગ્ગજ નેતા જે.પી.પટેલે ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી તથા પ્રદેશ કારોબારી સભ્ય (આમંત્રિત) પદેથી રાજીનામુ આપી આજે લુણાવાડા વિધાનસભા બેઠક પરથી અપક્ષ ઉમેદવારી ફોર્મ ભર્યું છે. હાલ લુણાવાડા વિધાનસભા ભાજપમાં ભંગાણ થયું છે અને રાજકીય માહોલ ગરમાયેલો જોવા મળી રહ્યો છે. ત્યારે જે.પી.પટેલ સાથે પાર્ટીના અન્ય કેટલાક કાર્યકરો પણ જોડાયેલા છે તેવું તેઓએ જણાવ્યું હતું. ત્યારે 2017 ની વિધાનસભામાં અપક્ષ ઉમેદવાર જીત્યા હતા જેથી આ વખતે જે પી પટેલે અપક્ષ ઉમેદવારી કરતા રાજકીય માહોલ ગરમાયો હતો. ત્યારે પ્રજા કોને પસંદ કરે છ,ે જે જોવાનું રહ્યું.
બોક્ષ:-
122 લુણાવાડા વિધાનસભા માંથી અપક્ષ તરીકે ફોર્મ ભર્યું છે અને બીજેપીના તમામ હોદ્દાઓ પરથી અને પ્રાથમિક સભ્યપદેથી પણ રાજીનામું આપ્યું છે. હું ચોક્કસ આ વિધાનસભા માંથી વિજય થવાનો છું. આ ઉમેદવારી કરવાનું કારણ ફક્તને ફક્ત બીજેપી સામે મારી કોઈ નારાજગી નથી પણ પાર્ટીએ જે ઉમેદવાર આપ્યો છે. એ ઉમેદવારથી નારાજગી છે. મારા સિવાય કોઈ પણ સમાજના કોઈ પણ વ્યક્તિને પાર્ટીએ ટિકિટ આપી હોત તો મને કોઈ વાંધો ન હતો. મારા કાર્યકર્તાઓ ખૂબ નારાજ થયા. મેં 2017 પણ ટીટીક માંગી હતી. 2019 માં પણ પેટા ચૂંટણીમાં ટિકિટ માગી હતી અને આજે 2022 માં પણ ટિકિટ માગી હતી. ન આપે પાર્ટી એનો મને કોઈ વાંધો નથી. મેતો 30 વર્ષથી પાર્ટીનો કાર્યકર્તાઓ હતો અને સૈનિક તરીકે કામ કર્યું છે. ત્યારે મારા કાર્યકર્તાઓ 1000 કાર્યકર્તાઓ આવીને મને કાલે કીધું કે આપડે ઉમેદવારી કરવી પડે કોઈ પણ ન્યાન અને અન્યાય સામેની ઉમેદવારી છે. સત્ય અને અસત્ય સામેની ઉમેદવારી છે. ધર્મ અને અધર્મ સામેની આ ઉમેદવારી છે. પાર્ટી કાર્યકર્તાઓ અઢી વર્ષ ભય અને ભ્રષ્ટાચાર સામે લાચાર બની ગયા એના કારણે આ ઉમેદવારી કરવી પડી છે. બાકી કોઈ નારાજગી નથી અને જ્યારે ઉમેદવારી કરી છે, ત્યારે હું ચોક્કસ પણે કહું છું કે હું સર્વ સમાજનો સર્વ માન્ય ઉમેદવાર છું. મને બધાજ સમાજો એ સમર્થન આપ્યું છે. દરેક સરપંચોએ મને સમર્થન આપ્યું છે એટલે મેં ઉમેદવારી નોંધાવી છે અને મને મારા કાર્યકર્તાઓ પર વિશ્ર્વાસ છે કે મને પ્રચંડ મતોથી વિજય બનાવશે.:-જે.પી. પટેલ, લુણાવાડા વિધાનસભા, અપક્ષ ઉમેદવાર….