નવીદિલ્હી,ભારતીય જનતા પાર્ટી લોક્સભા ચૂંટણી પહેલા લઘુમતી સમુદાયો સુધી પહોંચવા માટે દેશભરમાં સદભાવના યાત્રા શરૂ કરવાની તૈયારી કરી રહી છે. આ યાત્રાનો ઉદ્દેશ્ય ભારતના ૫૪૩ મુસ્લિમ પ્રભુત્વ ધરાવતા લોક્સભા મતવિસ્તારો સાથે જોડવાનો છે. આ યાત્રા દેશભરના ૬૫ લોક્સભા મતવિસ્તારોમાંથી પસાર થશે અને ડિસેમ્બરના બીજા સપ્તાહમાં શરૂ થશે અને ફેબ્રુઆરીમાં સમાપ્ત થશે.
ભારતીય જનતા પાર્ટી લોક્સભા ચૂંટણી પહેલા લઘુમતી સમુદાયો સુધી પહોંચવા માટે દેશભરમાં ’સદભાવના યાત્રા’ શરૂ કરવાની તૈયારી કરી રહી છે. આ યાત્રાનો ઉદ્દેશ્ય ભારતના ૫૪૩ મુસ્લિમ પ્રભુત્વ ધરાવતા લોક્સભા મતવિસ્તારો સાથે જોડવાનો છે.
ભાજપ લઘુમતી મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ જમાલ સિદ્દીકીએ જણાવ્યું હતું કે આ સદભાવના યાત્રાનો હેતુ મુસ્લિમ, શીખ, જૈન અને પારસી સમુદાયોને કેન્દ્રની મોદી સરકારની કલ્યાણકારી યોજનાઓથી પરીચિત કરવાનો છે.
ભાજપની સદભાવના યાત્રા દેશના સમગ્ર ૫૪૩ લોક્સભા મતવિસ્તારોમાંથી પસાર થશે, પરંતુ તેનું ધ્યાન ૬૫ લઘુમતી પ્રભુત્વ ધરાવતા વિસ્તારો પર રહેશે. આ માટે મોરચાએ સમગ્ર દેશને છ ક્લસ્ટરમાં વહેંચી દીધો છે અને આ માટે સંયોજકો અને સહસંયોજકોની સંપૂર્ણ ટીમ બનાવવામાં આવી છે.
જમાલ સિદ્દીકીએ નોંધ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ લઘુમતી સમુદાયો દેશના વિકાસમાં ભાગીદાર બન્યા છે, જેમને કાશ્મીરમાં કલમ ૩૭૦ અને ૩૫એ નાબૂદ કરવા અને ટ્રિપલ તલાક જેવી પ્રથાઓ નાબૂદ કરવા, તેમજ મહિલા સશક્તિકરણ જેવી પહલોથી ફાયદો થયો છે.