ભાજપ ક્યાંય પણ સિંગલ એન્જિન સરકારને સહન કરી શકતી નથી : કપિલ સિબ્બલ

દિલ્હી અધ્યાદેશ બિલ સંસદના બંને ગૃહો દ્વારા પસાર થયા બાદ દેશના જાણીતા વકીલ અને રાજ્યસભાના સાંસદ કપિલ સિબ્બલનું પહેલું નિવેદન સામે આવ્યું છે. કેન્દ્ર સરકાર અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) પર નિશાન સાધતા તેમણે કહ્યું કે તેઓ ભારતમાં ક્યાંય પણ એક એન્જિન સરકારને સહન કરી શક્તા નથી. તેમણે કહ્યું કે નેશનલ કેપિટલ ટેરિટરી ઓફ દિલ્હી એમેન્ડમેન્ટ બિલ ૨૦૨૩, જેને સંસદ દ્વારા મંજૂર કરવામાં આવ્યું છે, તે કેન્દ્રને દિલ્હીમાં અમલદારોની સેવાઓને નિયંત્રિત કરવાની મંજૂરી આપે છે, જે પ્રતિનિધિ લોકશાહી માટે જરૂરી સ્વાયત્તતાને વધુ નબળી બનાવે છે.

કપિલ સિબ્બલે અગાઉ સુપ્રીમ કોર્ટમાં કલમ ૩૭૦ પર ચર્ચા દરમિયાન કહ્યું હતું કે કેન્દ્ર સરકાર રાજકીય લાભ માટે બંધારણનો ઉપયોગ કરી શકે છે, પરંતુ તેની જોગવાઈઓ સાથે છેડછાડ ન કરવી જોઈએ. તેમણે સુપ્રીમ કોર્ટમાં કલમ ૩૭૦ પર ચર્ચા દરમિયાન કહ્યું હતું કે કાર્યકારી સંસ્થાનો એકપક્ષીય નિર્ણય બંધારણીય રીતે સર્જાયેલી પરિસ્થિતિઓને બદલી શકે નહીં. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવવાનો નિર્ણય રાજકીય નિર્ણય હતો. આ બંધારણ સાથે છેતરપિંડી છે. જ્યારે કપિલ સિબ્બલે દિલ્હી વટહુકમ બિલ પર બોલતા કહ્યું કે ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ અને રાજ્યસભાના સભ્ય રંજન ગોગોઈએ બંધારણના મૂળભૂત માળખાના સિદ્ધાંત પર પ્રશ્ર્નો ઉઠાવ્યા હતા. ૮ ઓગસ્ટના રોજ, જ્યારે વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે સુપ્રીમ કોર્ટમાં ૩૭૦ પર સુનાવણી દરમિયાન ગોગોઈના આ નિવેદનનો ઉલ્લેખ કર્યો, ત્યારે મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે તેમને અટકાવ્યા અને કહ્યું કે તમે એવું ન કહી શકો.

વાસ્તવમાં, સુપ્રીમ કોર્ટમાં કલમ ૩૭૦ પર સુનાવણી દરમિયાન, કપિલ સિબ્બલે ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી બેંચની સામે કહ્યું હતું કે તમારા એક સહયોગીએ તો એમ પણ કહ્યું હતું કે બંધારણની મૂળભૂત માળખાકીય થિયરી પણ શંકાસ્પદ છે. જોકે, કપિલ સિબ્બલે પૂર્વ ગોગોઈનું નામ લીધું નથી. આ હોવા છતાં, ચંદ્રચુડે જવાબ આપ્યો કે શ્રી સિબ્બલ, જો તમે કોઈ સાથીદારનો ઉલ્લેખ કરી રહ્યાં છો, તો તે એક સહકર્મી હોવો જોઈએ જે હાલમાં અમારી સાથે કામ કરી રહ્યો છેપ અહીંથી નિવૃત્ત થયા પછી અમે જે પણ કહીએ છીએ તે અમારો અંગત અભિપ્રાય છે. આના પર સિબ્બલે કહ્યું- પણ મને આશ્ર્ચર્ય થાય છે. તે જ સમયે, સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે રંજન ગોગોઈને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર છે. તે પોતાના મનની વાત કહેવા માટે સ્વતંત્ર છે.