નવીદિલ્હી, તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)ના સાંસદ મહુઆ મોઇત્રાએ મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાની પર કટાક્ષ કરતા ગુરુવારે કહ્યું કે મહિલા કુસ્તીબાજોની છેડતી અને ઉત્પીડનના કેસમાં આરોપી ભારતીય જનતા પાર્ટીના સાંસદને લઈને તેમણે (ઈરાની) એક શબ્દ બોલ્યો નહીં અને હવે તેઓ ‘ફ્લાયિંગ ક્સિ’ વિશે વાત કરી રહી છે.
મોઇત્રાનું આ નિવેદન લોક્સભામાં રાહુલ ગાંધી સાથે જોડાયેલા ફ્લાયિંગ ક્સિ વિવાદ પર સ્મૃતિ ઈરાનીના નિવેદનના એક દિવસ બાદ આવ્યું છે, જેમાં કેન્દ્રીય મંત્રીએ કોંગ્રેસના સાંસદને મિસગોનિસ્ટ ગણાવ્યા હતા અને કહ્યું હતું કે ગૃહમાં આ પ્રકારની ઘટના પહેલા ક્યારેય જોવા મળી નથી. આ ઘટનાને લઈને ભાજપની મહિલા સાંસદોએ લોક્સભા સ્પીકર ઓમ બિરલાને મળીને રાહુલ ગાંધી સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી.
તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મોઇત્રાએ સંસદ ભવન સંકુલમાં પત્રકારોને જણાવ્યું હતું કે, “જ્યારે બીજેપી સાંસદ પર અમારી ચેમ્પિયન મહિલા કુસ્તીબાજોની છેડતી અને હેરાનગતિનો આરોપ લાગે છે, ત્યારે અમે મહિલા અને બાળ વિકાસ મંત્રીનો એક શબ્દ પણ સાંભળતા નથી અને હવે તે ફ્લાયિંગ ક્સિની વાત કરી રહ્યા છે. મહુઆ મોઇત્રાએ કહ્યું, “મેડમ તમારી પ્રાથમિક્તાઓ શું છે.” તૃણમૂલ કોંગ્રેસના સાંસદની આ ટિપ્પણીને ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ પર લાગેલા આરોપોના સંદર્ભમાં જોવામાં આવી રહી છે, જેમના પર મહિલા કુસ્તીબાજોની જાતિય સતામણીનો આરોપ છે. પોલીસે સાંસદ વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો છે.