ભાજપ કોર ગ્રુપે ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે રણનીતિ બનાવી

આગામી ઝારખંડ વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપના રાષ્ટ્રીય અયક્ષ જેપી નડ્ડાની અયક્ષતામાં મંગળવારે બીજેપી કોર ગ્રુપની બેઠક યોજાઈ હતી. આ દરમિયાન ચૂંટણીની રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત તાજેતરમાં પૂર્ણ થયેલી લોક્સભા ચૂંટણીમાં રાજ્યમાં પાર્ટીના પ્રદર્શનની પણ સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં રાજ્ય એકમના વડા બાબુલાલ મરાંડી, ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અર્જુન મુંડા, કેન્દ્રીય પ્રધાનો અન્નપૂર્ણા દેવી અને સંજય સેઠ સહિત ઝારખંડના કોર જૂથના નેતાઓએ હાજરી આપી હતી.

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, ભાજપના મહાસચિવ (સંગઠન) બીએલ સંતોષ અને આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમા, ઝારખંડમાં પાર્ટીના ચૂંટણી સહ-પ્રભારી પણ દિલ્હીમાં પાર્ટીના મુખ્યાલયમાં આયોજિત બેઠકમાં હાજર હતા. બેઠક પૂરી થયા બાદ બાબુલાલ મરાંડીએ પત્રકારો સાથે વાત કરી હતી. તેમણે કહ્યું કે બેઠકમાં તાજેતરમાં પૂર્ણ થયેલી લોક્સભા ચૂંટણીની સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત નવેમ્બર-ડિસેમ્બરમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે પાર્ટીની રણનીતિ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

તે જ સમયે, આસામના સીએમ શર્માએ પત્રકારોને કહ્યું, અમે ઝારખંડમાં લોક્સભા ચૂંટણીમાં મહત્વપૂર્ણ સિદ્ધિઓ મેળવી છે. આનાથી અમારી ટીમમાં આત્મવિશ્ર્વાસ વધ્યો છે. અમે રાજ્યમાં અમારી સરકાર બનાવવા જઈ રહ્યા છીએ. તેમણે કહ્યું, આ માટે બધાએ સાથે મળીને કામ કરવું પડશે અને પાર્ટીની રણનીતિ પ્રમાણે આગળ વધવું પડશે. તેમણે કહ્યું કે ચૂંટણીને યાનમાં રાખીને ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ અયક્ષ ઝારખંડની મુલાકાત લેશે.

ભાજપના ઉમેદવાર સીતા સોરેન મુર્મુએ લોક્સભા ચૂંટણીમાં દુમકા સીટ પરની હાર માટે પાર્ટીના નેતાઓને દોષી ઠેરવવા વિશે પૂછવામાં આવતા સરમાએ કહ્યું કે, તે બહુ ઓછા માજનથી ચૂંટણી હારી ગઈ છે. અમે આનાથી દુ:ખી છીએ. ભવિષ્યમાં અમે આ બેઠક જીતીએ તે માટે અમે પ્રયાસો કરીશું. તેમણે કહ્યું કે, રાષ્ટ્રીય લોક્તાંત્રિક ગઠબંધન (દ્ગડ્ઢછ)ની રાજ્યની નવ લોક્સભા બેઠકો પર નોંધપાત્ર માજનથી જીતનો શ્રેય ભાજપની ઝારખંડ ટીમને આપવો જોઈએ.