ભાજપ પ્રભાવિત વિસ્તારમાં ૨૦૧૯ કરતા ૨૦૨૪માં મતદાન ઘટ્યુ

અમદાવાદ, લોક્સભાની ત્રીજા તબક્કાની ચૂંટણી અંતર્ગત ગુજરાતમાં યોજાયેલ મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું. ગુજરાતમાં ૫૯.૫૧ ટકા મતદાન થયુ છે. જો લોક્સભાની ગત ૨૦૧૯માં યોજાયેલ સામાન્ય ચૂંટણી સાથે ૨૦૨૪ની ચૂંટણીની સરખામણી કરીએ તો, આ વર્ષે ૦૫.૨ ટકા મતદાન ઓછું થયું છે. ૨૦૧૯ લોક્સભામાં ગુજરાતમાં ૬૪.૫૧ ટકા મતદાન થયું હતું. અમદાવાદના જમાલપુર, ખાડિયા, દરિયાપુરમાં મતદાન ઘટ્યુ છે. દાણીલીમડામાં ૨૦૨૪માં ૫૬.૮૨ ટકા મતદાન થયુ છે.

જ્યારે ૨૦૧૯માં ૬૧ ટકા મતદાન થયુ હતુ. વેજલપુરમાં ૨૦૧૯માં ૬૩.૧૯ ટકા મતદાન થયુ હતુ, જ્યારે આ વર્ષે એટલે કે લોક્સભા ૨૦૨૪ની ચૂંટણીમાં વેજલપુરમાં ૨૦૨૪માં ૫૬.૮૯ ટકા મતદાન થયુ છે. આ ઉપરાત જમાલપુરમાં ૨૦૧૯માં ૫૬.૮૯ ટકા મતદાન થયુ હતુ. જ્યારે જમાલપુરમાં ૨૦૨૪માં ૫૪.૬૩ ટકા મતદાન થયુ છે.

આ તરફ આણંદમાં ૨૦૧૯માં ૬૬.૭૯ ટકા મતદાન થયુ હતુ, જ્યારે ૨૦૨૪માં ૬૩.૯૩ ટકા મતદાન થયુ છે. રાજકોટમાં ૬૩.૧૫ ટકા મતદાન થયુ હતુ જ્યારે ૨૦૨૪માં ૫૯.૬૦ ટકા મતદાન થયુ છે.

ક્ષત્રિય પ્રભાવી બેઠક પર કેવું મતદાન?

20192024
આણંદ66.79 %63.93%
ખેડા60.68 %57.43%
કચ્છ58.22 %55.05%
જામનગર60.68 %57.17%
પોરબંદર56.79 %51.79
રાજકોટ63.15 %59.60%
ભાવનગર58.41 %52.01%
સુરેન્દ્રનગર57.85 %54.77%

કોંગ્રેસ પ્રભાવિત બેઠક પર મતદાન વધ્યુ

કોંગ્રેસ પ્રભાવિત બેઠક પર મતદાન વધ્યુ છે. ૨૦૧૯માં બનાસકાંઠામાં ૬૪.૬૯ ટકા મતદાન થયુ હતુ. જ્યારે ૨૦૨૪માં બનાસકાંઠામાં ૬૮.૪૪ ટકા મતદાન થયુ છે. ગત ચૂંટણી કરતા ૩.૭૫ ટકા મતદાન વધ્યુ છે.

ભાજપ પ્રભાવિત વિસ્તારમાં મતદાન ઘટ્યું

અમદાવાદના ઘાટલોડિયામાં ૬.૧૧ ટકા મતદાન ઘટ્યું. જ્યારે એલિસબ્રિજમાં ૫.૭૭ ટકા મતદાન ઘટ્યું. તેમજ નારણપુરામાં ૭.૮૫ ટકા મતદાન ઘટ્યું. આ ઉપરાંત મણીનગરમાં ૬.૩૪ ટકા મતદાન ઘટ્યું છે.