ભાજપે ઉમેદવારોની યાદીમાં ૧૪ મહિલાને ટિકિટ આપી,રિવાબા રવિન્દ્રસિંહ જાડેજાને ટિકિટ મળી

અમદાવાદ,
ગુજરાત ચૂંટણીને લઈને ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. ભાજપે ૧૬૦ બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ૬૯ ધારાસભ્યોને રિપિટ કરાયા છે, જ્યારે ૩૮ ધારાસભ્યોના પત્તા કપાયા છે. જેમાં ૧૪ મહિલાઓને ટિકિટ આપવામાં આવી છે. જેમાં ૧૪ મહિલાઓ પર ભારતીય જનતા પાર્ટીએ પસંગદગીનો કળશ ઢોળાયો છે તે કોણ છે? હાલ તેની ચર્ચા ચારેબાજુ ચાલી રહી છે.

જે ૧૪ મહિલાને ભાજપે ટિકિટ આપી તેમાં
રિવાબા રવિન્દ્રસિંહ જાડેજા- જામનગર ઉત્તર,દર્શનાબેન વાઘેલા – અસારવા,દર્શનાબેન દેશમુખ વસાવા- નાદોંદ,સંગીતાબેન પાટિલ  લિંબાયત,પાયલબેન મનોજભાઇ કુકરાઇ- નરોડા,મનિષાબેન રાજીવભાઇ વકીલ  વડોદરા,ભીખીબેન ગરવંતસિંહ  બાયડ,કંચનબેન વિનુભાઇ રાદડિયા  ઠક્કરબાપાનગર,નિમિશાબેન મનહરભાઇ ડિંડોર- મોરવાહડ,દશતાબેન પારસભાઇ શાહ- રાજકોટ પશ્ર્ચિમ,ભાનુબેન મનોહરભાઇ બાબરિયા – રાજકોટ ગ્રામીણ,ગીતાબા જયરાજસિંહ જાડેજા  ગોંડલ,માલતીબેન કિશોરભાઇ મહેશ્ર્વરી  ગાંધીઘામ,જિજ્ઞાબેન સંજયભાઇ પંડ્યા – વઢવાણનો સમાવેશ થાય છે.