- શિક્ષકે વયનિવૃત્તિ બાદ પોતાના જીવનભર ની કમાઈ પુંજી પોતાના દીકરાના ભવિષ્ય ને સારૂં બનાવવા ખર્ચી નાખ્યા બાદ છેતરાઈ ગયાનો અહેસાસ થયો.
વિરપુર, વિરપુર ના વઘાસ ગામ ના ધૂળાભાઈ પ્રજાપતિ પોતે નિવૃત્ત શિક્ષક વય નિવૃત્તિ થતાં જીવનભર ની રકમ પુંજી ખર્ચ કરી. દીકરાનું ભવિષ્ય ઊજળું બનાવવા દીકરાને વિદેશ મોકલવા માટે નાણાં ખર્ચ્યા તેમ છતાં વિઝાના આવતા પૈસા આપેલ અને વિઝાના લાલચ આપનાર ગોર મહારાજ ને ફોન કરતા ગલ્લા ટલ્લા કરવા લાગતા પોતે છેતરાયાનો અહેસાસ થતાં આખરે ગોર મહારાજ ભાઈ તેની બહેન અને વિદેશ રહેતા ભાણિયા વિરૂદ્ધ પોલીસ કેસ દાખલ કરવામાં આવ્યો.
મળતી માહિતી મુજબ વિરપુરના વઘાસ ગામના ધુળાભાઈ પ્રજાપતિ પોતે શિક્ષક ની ફરજ બજાવતા હતા અને વય નિવૃત્તિ બાદ વિરપુર ખાતે પ્લાસ્ટિકની ચીજ વસ્તુની દુકાન કરી ગુજારો કરતા પરિવારને દીકરો યુવાન થતાં સમાજની યુવતી સાથે પરણાવ્યો હતો. જેને સંતાન માં-દીકરો છે. ભણેલા ગણેલા યુવા દીકરાને યોગ્ય નોકરી ધંધો ન હોવાથી એક ચિંતા રહેતી તેવામાં સાઠંબા સ્થિત એક સંબંધીને ત્યાં કથા જેવા કાર્યક્રમ મા જવાનું થયું હતું. જેમાં ધનસુરા તાલુકાના વડાગામના વતની કથાકાર તેવા ગોર મહારાજ બ્રિજેશ ડાહ્યાભાઈ ત્રિવેદી સાથે મુલાકાત થતાં પોતાના છોકરાની વાત ચીત થઈ અને ચિંતા બતાવી જેથી મહારાજે બધું સારૂં કરી આપવાની આશા બતાવી જન્મ કુંડળી જોઈ વિદેશ યોગની મીઠી વાતોમાં ધૂળાભાઈ ને ફસાવ્યા બાદ ગોર મહારાજ દ્વારા પોતાનો ભાણિયો આદિતકુમાર અતુલકુમાર દવે જે વિદેશ લંડન રહે છે અને કેટલાય લોકો ને વિદેશ લઇ ગયો હોવાની મીઠી વાતો કરી વિશ્ર્વાસે લીધા ધૂળાભાઈ પોતાના સગા નેત્યાં ધાર્મિક વિધિ અને કાર્યક્રમમાં ગોર મહારાજ અવર નવર આવતા હોવાથી પરિચિત હોવાથી પ્રજાપતિ પરિવાર ને જલ્દી ભરોસો બેસી ગયો અને ત્યાર બાદ પતિ પત્ની અને તેના સાત વરસ ના બાળક સાથે ત્રણ જણા ને લંડન લઇ જવાનો ટોટલ ખર્ચ 32 લાખ નક્કી થયો ગોરપદુ કરનાર બ્રિજેશ ત્રિવેદી નો ભાણિયો જે લંડન રહેતો આદિત અતુલકુમાર દવે અને આદીત ની માતા શિલ્પાબેન અતુલકુમાર દવે આમ ત્રણેય વ્યાતીના સંપર્ક અને વાતચીત
દરમ્યાન લંડન સ્થિત ભાણિયા દ્વારા ત્યાંની કોઈ કંપનીનો ઓફર લેટર બતાવી સૌ પ્રથમ પાંચ લાખ રૂપિયા ની માગણી કરેલ અને પ્રજાપતિ પરિવાર દ્વારા આપવામાં આવ્યા હતા. ત્યારબાદ આગળ ની વિઝા અને અન્ય પ્રોસેસ બતાવી વખતો વખત પૈસા પડાવવાનું શરૂ કર્યું એમ કરતાં કરતાં પાંચ મહિનાના સમય ગાળામાં 29,45,500/-ની માતબર રકમ પડાવી લીધી હતી. લંડન રહેતા આદિત અતુલભાઈ દવે એ જણાવેલ કે 30 દિવસમાં એપ્રુવલ લેટર આવી જશે. પરંતુ તેનાથી વધુ દિવસ પછી પણ લેટર ન આવતા જગદીશ પ્રજાપતિએ ફોન કરેલ ત્યારે જણાવેલ કે તમારી ફાઈલ
વેઈટીંગમાં છે અને ટૂંક સમયમાં આવી જશે. સમય વિતવા છતાં તારીખ ન મળતાં અને તેઓ દ્વારા મોકલાવેલ ડોક્યુમેન્ટને તપાસતા એપ્રુવલ લેટર તેમજ ફાઈલ સબમીશન નંબર બંને અલગ અલગ જણાઈ આવ્યા હતા.જેની વાત આદિત દવેને બતાવતા તેઓ દ્વારા ડોક્યુમેન્ટમાં ભુલ થઈ હોવાનું બતાવી ફરીથી બીજા ડોક્યુમેન્ટ સાથે ફરીથી ફાઈલ એપ્લાય નું જણાવેલ આદિત દવે દ્વારા ફરીથી દસ્તાવેજ મોકલ્યા હતા. જેમાં જગદીશભાઈના તેમની પત્નીની જે ડીગ્રી હતી જ નહિ તેવી અન્ય ડિગ્રી અને ખોટા સર્ટિ એટેજ કરી ફાઈલના પુરાવા મોકલ્યા હતા. જે જોતા જગદીશભાઈ દ્વારા કહેવામાં આવેલ કે આ ખોટું છે, માટે મારે કાંઈજ ખોટા દસ્તાવેજ મૂકી વિદેશ જવું નથી. માટે મારી આપેલી રકમ પરત કરવા જણાવ્યું હતું જેમાં ઘણી માથાકૂટ અને અસંખ્ય વાયદામાં ટુકડે ટુકડે પાંચ લાખ રૂપિયા પરત કરવામાં આવ્યા. ત્યાર બાદ તેઓનો સંપર્ક કરતા પૈસા છે નહિ અને માગવા નહિ બતેવી વાતો થતાં અને સંપર્ક તૂટતાં આખરે મોડાસા રહેતા જગદીશભાઈ પ્રજાપતિ દ્વારા (1) મૂળ- ધનસુરા તાલુકાના વડાગામના વતની અને હાલ અમદાવાદ નરોડાના હરી દર્શન ચાર રસ્તા વિસ્તારના શ્યામવિલા ગ્રીનમાં રહેતા બ્રિજેશભાઈ ડાહ્યાભાઈ ત્રિવેદી (મામા) (2) આદિતકુમાર અતુલકુમાર દવે(પુત્ર)(3) શિલ્પાબેન અતુલકુમાર દવે (માતા)બન્ને રહે.અમદાવાદના પાલડી રોડ પરના પંચમ બંગલો આમ, ત્રણેય વ્યક્તિ સામે મોડાસા ટાઉન પોલીસ મથકે છેતરપીંડી ની પોલીસ ફરિયાદ નોંધાવી છે. મોડાસા ટાઉન પોલીસ દ્વારા ઇપીકો 406, 420, 465, 467, 468,471,114 મુજબના ગુના હેઠળ આ ત્રણેય વ્યક્તિની શોધખોળ માટે ચક્રોગતિમાન કર્યા છે.