
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે મણીપુરમાં એક વર્ષ પછી પણ શાંતિ સ્થાપિત ન થવા પર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું હતું કે, સંઘર્ષ અસરગ્રસ્ત પુર્વોતર રાજયની સ્થિતિ પર પ્રાથમીક્તાથી વિચાર કરવો જોઈએ.
ભાગવતે અહીં રેશમબાગમાં ડો. હેગડેવાર સ્મૃતિ ભવન પરિસરમાં સંગઠનના કાર્યર્ક્તા વિકાસ વર્ગ-દ્વિતીયના સમાપન કાર્યક્રમમાં આઈએસએસ પ્રશિક્ષુઓની સભાને સંબોધીત કરી હતી.
ભાગવતે ચુંટણી નિવેદનબાજીથી બહાર આવીને દેશની સામે મોજૂદ સમસ્યાઓ પર યાન આપવાની જરૂરિયાત પર જોર આપ્યુ હતું.તેમણે જણાવ્યું હતું કે, મણીપુર છેલ્લા એક વર્ષથી શાંતિ સ્થાપિત થવાની રાહ જોઈ રહ્યું છે. ૧૦ વર્ષ પહેલા મણીપુરમાં શાંતી હતી. એવું લાગતું હતું કે ત્યાં બંદૂક સંસ્કૃતિ ખતમ થઈ ગઈ છે પણ રાજયમાં અચાનક હિંસા વધી ગઈ છે. મણીપુરની સ્થિતિ પર પ્રાથમીક્તાથી વિચાર કરવો પડશે.
હાલમાં જ થયેલી લોક્સભા ચૂંટણીને લઈને મોહન ભાગવતે કહ્યું હતું કે, પરિણામો આવી ચૂકયા છે. સરકાર બની ચૂકી છે એટલે આ કેમ અને કેવી રીતે થયુ તેની ચર્ચા બિનજરૂરી છે. આરએસએસ આવી ચર્ચામાં સામેલ નથી થતું. અમે અમારું ર્ક્તવ્ય કરતા રહીએ છીએ.
તેમણે સતા પક્ષ અને વિપક્ષ વચ્ચે સામાન્ય સહમતીની જરૂરિયાત પર જોર દીધું હતું જેથી જનતાની ભલાઈના કામો થઈ શકે. ભાગવતે વધુમાં જણાવ્યું હતું કે ચૂંટણી બહુમતી મેળવવા માટે એક સ્પર્ધા છે, યુદ્ધ નથી. ચૂંટણીમાં અમે અમારું ર્ક્તવ્ય નિભાવ્યું હતું.