હૈદરાબાદ,
તેલંગાણાના રંગા રેડ્ડી જિલ્લામાં સ્થિત મૂચિંતલ આશ્રમમાં શ્રી રામાનુજાચાર્યની પ્રતિમા સમક્ષ સમતા કુંભ ૨૦૨૩નું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન ભગવાન પેરૂમલના ઘણા સ્વરૂપોની પૂજાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન ઘણા વૈદિક રીત-રિવાજો દ્વારા યજ્ઞ પણ કરવામાં આવી રહ્યો છે. આ સમતા કુંભ ૧૨ ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે. બુધવારે પણ આશ્રમમાં ચિન્ના જિયર સ્વામીએ ભક્તોને ભગવાનનો પ્રસાદ આપી આશીર્વાદ આપ્યા. સાંજે લગભગ ૪.૩૦ વાગ્યે તપ્પોત્સવમ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું. આ ઉત્સવને પ્લવોત્સવમ નામથી પણ ઓળખવામાં આવે છે. પ્લાવાનો મતલબ નાવડી થાય છે. ૧૮ ભગવાનની મૂર્તિઓની તેમાં પૂજા કરવામાં આવી. આ પહેલા વિશ્ર્વક્સેના પૂજાન અને પુણ્યહવાચન પૂજન કરવામાં આવ્યું છે. આ પ્લવોત્સવમ પર વિરાજનાદીનું આહ્વાન કરવામાં આવે છે અને પ્રસાદ ચઢાવવામાં આવે છે. નદી પૂજા દરમિયાન સ્વામીએ તરતી નાવડીનું દાન આપ્યું.
ત્યારબાદ તેમાં સ્વામીને આમંત્રિત કરવામાં આવ્યા. આ પ્લવોત્સવમ ઉત્સવને વૈદિક પાઠોની સાથે ભવ્યતાથી મનાવવામાં આવ્યો. આ દરમિયાન ભગવાનનું નામ લેવામાં આવ્યું. સામાન્ય રીતે આપણે જ્યાં પણ પ્લવોત્સવમ જોઈએ છીએ, ત્યાં ભગવાનની માત્ર એક મૂર્તિ અથવા વધારેમાં વધારે ૨ મૂર્તિ ને જ નાવડીમાં જોઈએ છીએ પણ માત્ર સમતા કુંભ જ એકમાત્ર એવો કુંભ છે, જ્યાં ૧૮ ભગવાનની દિવ્ય મૂર્તિઓની સાથે આ ઉત્સવ આયોજિત કરવામાં આવ્યો છે.
હૈદરાબાદની બહારના વિસ્તારમાં સતત ત્રણ દિવસથી ચાલી રહેલા સમતા કુંભ ૨૦૨૩માં શનિવારે પણ ભવ્ય ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કુંભ ૧૨ ફેબ્રુઆરી સુધી ચાલવાનો છે, જેમાં દરરોજ હજારો ભક્તો ભાગ લઈ રહ્યા છે અને ઘણી પૂજાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. શનિવારે આ કુંભનો ત્રીજો દિવસ હતો. આજે સવારે મુચિંતલ આશ્રમ ખાતે ભગવાનની ૧૮ મૂર્તિઓની તિરુમંજના સેવા કરવામાં આવી હતી. ૧૮ દિવ્ય મૂર્તિઓનો અભિષેક કરવામાં આવ્યો હતો. જેઓએ એક દિવસ અગાઉ ગરુડ સેવામાં ભાગ લીધો હતો તેમના દ્વારા આ કરવામાં આવ્યું હતું.
ચિન્ના જીયર સ્વામીએ જણાવ્યું હતું કે સ્વામીની ગઈકાલની મુલાકાત બાદ તિરુમંજના સેવા કરવામાં આવી રહી છે. એવું કહેવાય છે કે આ તિરુમંજના સેવા એક ક્વાર્ટરમાં વ્યક્તિગત રીતે નહીં પરંતુ વૈશ્ર્વિક સ્તરે કરવામાં આવે છે. તેમણે કહ્યું કે, આ સેવા માત્ર જોનારાઓ માટે જ નહીં, પરંતુ જેઓ કરી રહ્યા છે તેમના માટે પણ નવી છે. તેમણે કહ્યું કે શ્રી રામચંદ્રની એક જ જગ્યાએ આટલા બધા સ્વરૂપોમાં હાજરી અત્યાર સુધી બની નથી અને એક સાથે ૧૮ સ્વરૂપોમાં તિરુમંજન સેવા કરવી દુર્લભ છે.