ભગવાન નેમિનાથ સહિત સાત તીર્થંકરની મૂર્તિઓ ખંડિત કરાતા જૈનોમાં રોષ

યાત્રાધામ પાવાગઢમાં હજારો વર્ષ જુની ભગવાન નેમિનાથ સહિતના સાત જૈન તીર્થંકરની મૂતઓ રવિવારે સાંજે તોડી પાડવામા આવતા રાજયભરના જૈનોમાં પાવાગઢના મહાકાળી મંદિરના ટ્રસ્ટના હોદ્દેદારો સામે રોષની લાગણી ભભૂકી છે. આ કૃત્ય આચરનાર ટ્રસ્ટના હોદ્દેદારો વિરોધ ફરિયાદ નોંધાવવા માટે પોલીસ મથકે જૈનો મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે.

યાત્રાધામ પાવાગઢમાં જૈનોના આસ્થાના કેન્દ્ર સમા ભગવાન નેમિનાથ સહિતના તીર્થંકરોની મૂતઓ આવેલી છે. જૈન શ્રધાળુઓ માટે તેના દર્શનાર્થે જાય છે. રવિવારે બપોરે પાવાગઢના મહાકાળી મંદિર ટ્રસ્ટના હોદ્દેદારો દ્વારા ભગવાન નેમિનાથ સહિત સાત તીર્થંકરોની મૂતઓ ખંડીત કરવામાં આવી હતી. ટ્રસ્ટના હોદ્દેદારો સાથે તેમને ભગવાન નેમિનાથ સહિતના તીર્થંકરની મૂતઓ ખંડીત કરવા સામે નારાજગી વ્યક્ત કરતા કારણ પુછવામાં આવ્યુ હતુ. ત્યારે ટ્રસ્ટના હોદ્દેદારોએ આ સ્થળે નવો રસ્તો અને સીડી બનાવવાની હોવાથી મૂતઓ હટાવી દેવાની હોવાનું જણાવ્યુ હતુ.

મહાકાળી મંદિર ટ્રસ્ટના હોદ્દેદારોના ઇશારે આ કૃત્ય કરવામાં આવ્યુ હોવાનો આક્ષેપ કરતા જૈન અગ્રણી દિપક શાહે જણાવ્યુ હતુકે, પાવાગઢમાં હજારો વર્ષ પ્રાચીન શ્ર્વેતાંબર જૈન મૂતઓ ઉખાડી ફેંકવામાં આવી છે. જેની સામે જૈન ભાવિકોમાં ભારે રોષ ભભૂકી ઉઠયો છે. આ ત્રણેય હોદ્દેદારો વિરૂધ કાર્યવાહી હાથ ધરવામા આવે અને મૂતઓની સન્માનપૂર્વક પુન: પ્રતિષ્ઠા કરવામા આવે તેવી માંગ કરાઈ છે.