પટણા,
રાષ્ટ્રીય જનતાદળના એમએલસી રામબલી સિંહ ચંદ્રવંશીએ શરાબબંંધી કાનુનની ટીકા કરતા એક નિવેદન આપ્યું છે.રામબલી સિંહને પત્રકારોએ ઝેરી શરાબથી થનાર મૃત્યુ પર સવાલ કર્યો તો તેમણે તેના જવાબમાં કહ્યું કે શરાબ ભગવાન જેવી છે,જોવા તો કયાંય મળતી નથી પરંતુ દરેક જગ્યાએ મળે છે.
તેજસ્વી યાદવના નેતાએ પોતાના સાથી પર નિશાન સાયું તો રાજકીય સમાધાન તેજ થઇ ગયું.હકીકતમાં એમએલસી રામબલી સિંહ ચંદ્રવેશીને પત્રકાર વૈશાલીના મહનારમાં ઝેરી શરાબથી થયેલ મૃત્યુ પર સવાલ કરી રહ્યાં હતાં તેના જવાબમાં તેમણે કહ્યું કે શરાબ ઉપરાંત અન્ય કારણોથી પણ લોકો મરે છે આ કોઇ ચુંટણી મુદ્દો હોઇ શકે નહીં તેમણે કહ્યું કે કુઢનીમાં યોજાનાર ચુંટણીને લઇ કહ્યું કે અહીં બેરોજગારી અને મોંધવારી જેવા મુદ્દા પર ચુંટણી લડવામાં આવી રહી છે અને અમારા પક્ષના ઉમેદવારની જીત નક્કી છે આ સાથે જ તેમણે ભાજપ પર નિશાન સાધતાં કહ્યું કે તેના કારણે જ ભાજપ બેચેન છે આ વચ્ચે તેમણે શરાબ પર કહ્યું કે શરાબ ભગવાનની જેમ છે જે જોવા મળતા તો નથી પરંતુ તમામ જગ્યાએ મળે છે.જીવવું મરવું તો ચાલતુ રહે છે.
એમએલસીએ ત્યાં સુધી કહી દીધુ કે બિહારમાં શરાબબંધીનો નિર્ણય ફકત નીતીશકુમારે લીધો નથી પરંતુ સર્વપક્ષીય રીતે તેનો નિર્ણય લેવામાં આવ્યો હતો આ સાથે જ તેમણે કહ્યું કે જયારે તમામની સહમતિથી કાનુન લાગુ કરી શકાય છે તો તેને હટાવી પણ શકાય છે. જો તમામ પક્ષ મળી સહમતિ બતાવે તો બિહારમાં એકવાર ફરીથી શરાબ શરૂ કરી શકાય છે.
એ યાદ રહે કે આ પહેલા નીતીશની પાર્ટી જદયુના સંસદીય બોર્ડના અધ્યક્ષ ઉપેન્દ્ર કુશવાહાએ પણ શરાબબંધી પર અનેક રીતના સવાલ ઉઠાવ્યા છે.તેમણે કહ્યું કે રાજયમાં શરાબબંધી સફળ થઇ નથી પરંતુ કેટલીક હદ સુધી તેનાથી સમાજને લાભ થયો છે એ યાદ રાજદ નેતા તેજસ્વી યાદવ પણ વિરોધ પક્ષમાં હતાં ત્યારે શરારબંધીને લઇ અનેકવાર નીતીશ સરકાર પર નિશાન સાંધતા રહ્યાં છે.