
- G20 ભ્રષ્ટાચાર વિરોધી મંત્રી સ્તરીય બેઠક યોજાઈ હતી
- કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે ભ્રષ્ટાચાર મુક્ત વિશ્વની વાત કરી
- સરકારે ભાગેડુઓ પાસેથી રૂ. 14932 કરોડ વસૂલ કર્યા
- હજુ 87000 કરોડ રૂપિયા વસૂલ કરવાના બાકી છે
કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે શનિવારે કોલકાતામાં મહત્વપૂર્ણ G20 ભ્રષ્ટાચાર વિરોધી મંત્રી સ્તરીય બેઠક દરમિયાન “ભ્રષ્ટાચાર મુક્ત વિશ્વ” બનાવવાની વાત કરી હતી. તેમણે ભાગેડુ આર્થિક અપરાધીઓના ઝડપી પ્રત્યાર્પણ અને તેમની સંપત્તિની પુનઃપ્રાપ્તિ પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં વિદેશમાંથી 1.8 બિલિયન ડોલર (લગભગ 14932 કરોડ રૂપિયા)ની મોટી રકમ વસૂલવામાં આવી છે અને તેને ભારત પરત લાવવામાં આવી છે.
સમિટને તેમના સંબોધનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે સરકાર આર્થિક અપરાધીઓ પર આક્રમક રીતે કાર્યવાહી કરી રહી છે અને આર્થિક અપરાધીઓ અને ભાગેડુઓ પાસેથી રૂ. 14,932 કરોડથી વધુની સંપત્તિ રિકવર કરવામાં આવી છે. તેમણે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટનો પણ ઉલ્લેખ કર્યો, જેણે 2014થી ગુનેગારોને $12 બિલિયન (રૂ. 99547 કરોડ)ની સંપત્તિ જપ્ત કરવામાં મદદ કરી છે.
ભાગેડુ આર્થિક અપરાધીઓ પર જીતેન્દ્ર સિંહે કહ્યું કે તેઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કાયદા-અમલીકરણ બંને માટે એક મોટો પડકાર છે કારણ કે તેઓ ન્યાયથી બચવા માટે દેશોની કાનૂની અને નાણાકીય સિસ્ટમો વચ્ચેના અંતરનો ઉપયોગ કરવામાં સક્ષમ છે.
કોની પાસે કેટલા બાકી
- મેહુલ ચોક્સીઃ રૂ. 8738 કરોડ
- એરા ઇન્ફ્રા એન્જિનિયરિંગ લિમિટેડ: રૂ. 5,750 કરોડ
- REI એગ્રો લિમિટેડ: રૂ. 5,148 કરોડ
- એબીજી શિપયાર્ડ લિમિટેડ: રૂ. 4,774 કરોડ
- કોન્કાસ્ટ સ્ટીલ એન્ડ પાવર લિમિટેડ: રૂ. 3,911 કરોડ
કેન્દ્રીય મંત્રીના જણાવ્યા અનુસાર ભાગેડુ આર્થિક અપરાધીઓ તેમના પોતાના દેશમાં ગંભીર આર્થિક ગુના કરે છે અને ધરપકડ, કાર્યવાહી અથવા સજાથી બચવા માટે બીજા દેશમાં ભાગી જાય છે. તેમણે કહ્યું કે આર્થિક ગુનાઓમાં છેતરપિંડી, કરચોરી, મની લોન્ડરિંગ અને કૌભાંડો જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓની વિશાળ શ્રેણીનો સમાવેશ થાય છે.