
દાહોદમાં આગામી 20 મી જૂનના રોજ ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા નીકળવાની છે. આ રથયાત્રામાં બંદોબસ્તને લઈ દાહોદ જિલ્લા પોલીસે તમામ તૈયારીઓને અંતિમ ઓપ આપી દેવામાં આવ્યો છે.તાજેતરમાં ડિવિઝનના એએસપી જગદીશ બાંગરવાની અધ્યક્ષતામાં રથયાત્રાના રૂટ પર ફૂટ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું હતું.આ સમગ્ર રથયાત્રા દરમિયાન 600 જેટલા પોલીસ કર્મીઓ બંદોબસ્તમાં જોતરાશે તો બીજી તરફ આપાત્કાલીન પરિસ્તિથીમાં પહોંચી વળવા સ્પેશ્યલ ઓપરેશન ગ્રૂપ એટ્લે કે SOG પોલીસને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.
પોલીસ અધિક્ષક બલરામ મીણાના નિર્દેશો અનુસાર SOG પોલીસના પી.આઈ સંજય ગામેતીના નેતૃત્વમાં બસ સ્ટેશન તેમજ રેલ્વે સ્ટેશન સહિતના સર્ક્યુલેટિંગ એરિયા જેવા જાહેર સ્થળ ગણાતા સ્થાનો પર ડોગ સ્કવોડ,મેટલ ડિટેક્ટર,એકપ્લોસીવ ડિટેક્શન કીટ,રિયલ ટાઈમ વિવેર્સ સિસ્ટમ ડીપ,સર્ચ મેટલ ડિટેક્ટર તેમજ લેટર બૉમ્બ ડિટેક્ટર સહિતના અત્યાધુનિક સંસાધનો સાથે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.તો રથયાત્રા દરમિયાન આંદોલન અથવા ટોળું વિરોધ પ્રદર્શન કરે અથવા કોઇ આપાતકાલીન પરીસ્તીતીથી ઉભી ઉભી થાય તે સમયે ભીડને વેર વિખેર કરવા માટે પોલીસનું મહત્વપૂર્ણ હથિયાર ગણાતું વોટર કેનન તેમજ ટિયર ગેસનું પરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું.આ પરીક્ષણ જાહેર સ્થળ કે ભીડભાડ સ્થળ પર કરવું હિતાવહ ન હોવાથી પોલીસ અધિક્ષકે આ પરીક્ષણ ગામની બહાર જઈ કરવા માટેની મંજૂરી આપી હતી.ત્યારબાદ SOG પોલીસે દાહોદ નજીક ઉસરવાન ખાતે આવેલા હેલિપેડ ઉપર વોટર કેનનનું પરીક્ષણ કર્યું હતું.તો સાથે સાથે ટિયર ગેસ (અશ્રુ ગેસ ) તેમજ સ્ટન સેલનું પણ SOG પોલીસે પરીક્ષણ હાથ ધર્યું હતું. આમ 20 મી જૂનના રોજ યોજાનારી ભગવાન શ્રીજગન્નાથ જીની રથયાત્રા દરમિયાન કોઈ આપાતકાલીન પરીસ્તીથી ઉભી થાય તો આ તમામ પરિસ્તિથીઓને પહોંચી વળવા માટે દાહોદ પોલીસ દ્રારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.