ભાદરવી પૂનમના મહામેળાના આજે પાંચમો દિવસે માઇભક્તોનું મહેરામણ ઉમટયું

આજે ભાદરવી પૂનમ મહામેળાનો પાંચમો દિવસે અંબાજી ધામમાં માઈ ભક્તોનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. સમગ્ર અંબાજી મંદિર સહિત મંદિરની રેલીંગો ભક્તોથી ઉભરાઈ હતી. ભાદરવી મહાકુંભનો ચોથા દિવસે ૬,૪૮, ૫૪૫ ભક્તોએ દર્શન કર્યા હતા. ચાર દિવસમાં કુલ ૧૬,૩૬,૮૦૭ ભક્તોએ ચાર દિવસમાં માતાજીનાં દર્શન કર્યા હતા. મહાકુંભનાં ચોથા દિવસે ૯૮૫૨૧ લોકોએ વિના મૂલ્યે ભોજનનો લાભ લીધો હતો. ચોથા દિવસે ૩,૬૦,૮૬૩ લોકોએ મોહનથાળનાં પ્રસાદનો લાભ લીધો હતો. ચોથા દિવસે ૬૬૨ ધજા મંદિરમાં શિખર પર ચઢાવી હતી. આજે સવારથી શક્તિપીઠ અંબાજી ખાતે માનવ મહેરામણ ઉમટ્યું હતું.

ભાદરવી પૂનમનાં મેળાનો આજે પાંચમો દિવસ છે. ત્યારે અંબાજીનાં રસ્તાઓ માં અંબાનાં જયઘોષથી ગુંજી ઉઠ્યા હતા. પગપાળા અંબાજી આવતા યાત્રીકોમાં સતત વધારો થઈ રહ્યો છે. બનાસકાંઠાનાં માર્ગો જાણે ભક્તિમય બન્યા છે. ગામે ગામથી માનતા પૂરી કરવા ભક્તો પગપાળા આવ્યા હતા. વિવિધ સંઘો ધજા સાથે મંદિરે પહોંચ્યા હતા. ચાચર ચોકમાં ભક્તો દંડવત પ્રણામ કરતા માં નાં ધામમાં આવ્યા હતા.

માં અંબાનાં ધામમાં ભક્તોનું ધોડાપૂર ઉમટ્યું હતું. અંબાજી પહોંચવાનાં માર્ગો જય જય અંબેના નાદથી ગુંજ્યા હતા. દૂર દૂરથી પગપાળા સંઘ અંબાજી પહોંચી રહ્યા છે. ૫૨ ગજની ધજા લઈ ભક્તો અંબાજી પહોંચી રહ્યા છે. પ્રતિવર્ષ ભક્તો મા નાં દર્શને ભાદરવી પૂનમ ભરવા જાય છે. ભક્તોનાં મનોરંજન માટે વિશેષ કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. જય જલિયણ કેમ્પમાં ભક્તો માટે સંગીતનું આયોજન કરાયું છે. સરદાર પટેલ સેવા કેમ્પમાં પણ ભક્તો માટે સંગીતનું આયોજન કરાયું છે. વિવિધ કલાકારોને આમંત્રણ અપાયું છે. ભક્તો સંગીતનાં તાલે ગરબે ધુમ્યા હતા.

અંબાજીમાં મેળાનાં ચોથા દિવસે ૬.૫૦ લાખ લોકોએ માં અંબાનાં દર્શન કર્યા હતા. કુલ ચાર દિવસમાં ૧૬ લાખ ભક્તોએ દર્શન કર્યા હતા. મંદિરમાં માઈ ભક્તોની લાંબી લાઈનો જોવા મળી હતી. આરતીમાં જોડાઈને ભક્તોએ ધન્યતા અનુભવી હતી. રંગબેરંગી લાઈટોનાં શણગારથી અંબાજી મંદિરનો નજારો જોવા મળ્યો હતો. મંદિરનાં શિખરથી ચાચર ચોક સુધી રંગબેરંગી લાઈટો લગાવાઈ હતી. ચાચર ચોકમે વિવિધ ફૂલો દ્વારા સજાવવામાં આવ્યું હતું. માતાજીની ભક્તિ અને આરાધનાં કરતા ભક્તો જોવા મળ્યા હતા.

Don`t copy text!