
ભાગલપુર,
જમીનના વિવાદના કારણે હોટેલ બિગ ડેડીમાં થયેલા ફાયરીંગના કેસમાં જદયુ ધારાસભ્ય ગોપાલ મંડલની મુશ્કેલી વધી ગઈ છે. એસઆઈટીએ ધારાસભ્યના પુત્ર અને હોટેલ માલિક આશિષની ધરપકડ કરી છે.
જાણવા મળતી વિગત મુજબ ધારાસભ્ય ગોપાલ મંડલના પુત્ર આશિષને બરારીના હાઉસીંગ બોર્ડમાં આવેલ તેની માતા અને મેયર પદની ઉમેદવાર સવિતાદેવીની ઓફિસમાંથી ધરપકડ કરાઈ છે. એસઆઈટીની ટીમ આશિષને કોર્ટ લઈ ગઈ છે.
ઉલ્લેખનીય છે કે આશિષ મંડલ પર બિગ ડેડી હોટલ પરિસરમાં ફાયરીંગ કરવાનો આરોપ લગાવાયો છે. ધારાસભ્ય ગોપાલ મંડલને પણ આ મામલામાં આરોપી બનાવાયો છે. ફાયરીંગમાં ઘાયલ પ્રોપર્ટી ડીલર લાલ બહાદુરસિંહ ઉર્દુ લડ્ડુ શાીએ નિવેદનમાં ગોપાલપુરના જદયુના ધારાસભ્ય નરેન્દ્રકુમાર ઉર્ફે ગોપાલ મંડલના આદેશ પર પુત્રે ગોળીબારી કર્યાની ફરિયાદ કરી છે.