ભારે વરસાદ બાદ પંચમહાલ જિલ્લામાં સિઝનનો ૧૦૦ ટકા વરસાદ નોંધાયો

ગુજરાતમાં ભારે વરસાદ બાદ વાવાઝોડાનું જોખમ હજુ તો માંડ઼ ટળ્યુ છે, ત્યાં વરસાદનો વધુ એક રાઉન્ડ ગુજરાતમાં શરુ થયો છે. હવામાન વિભાગે ગુજરાતમાં ફરી પાંચ દિવસ વરસાદની આગાહી આપી છે. જે અનુસાર આજે વહેલી સવારથી જ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસવાનું શરુ થયુ છે. પંચમહાલ જિલ્લામાં સિઝનનો ૧૦૦ ટકા વરસાદ નોંધાયો છે.

પંચમહાલ જિલ્લામાં ગોધરા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વહેલી સવારથી જ શરુ થઇ ગયો છે. ચાર દિવસના વિરામ બાદ ફરી ધોધમાર વરસાદ શરૂ થયો છે. ગોધરા, ઓરવાડા, ભામૈયા, કેવડિયા, ચંચેલાવમાં વરસાદ વરસ્યો છે. વહેલી સવારથી જ ધોધમાર વરસાદ શરૂ થતાં જનજીવન પર અસર પહોંચી છે. જિલ્લા અત્યાર સુધી સિઝનનો ૧૦૦% વરસાદ નોંધાયો છે.

ગુજરાતના રાજ્યમાં બે કલાકમાં ૩૬ તાલુકામાં વરસાદ વરસ્યો છે. પંચમહાલના મોરવાહડફમાં ૧.૫ ઈંચ વરસાદ ખાબક્યો છે. ડાંગના આહવામાં પણ ૧.૫ ઈંચ વરસાદ વરસ્યો છે. ડાંગના સુબિરમાં ૧.૨ ઈંચ વરસાદ ખાબક્યો છે. તાપીના ઉચ્છલમાં ૧.૧ ઈંચ વરસાદ વરસ્યો છે. દાહોદ, પંચમહાલના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.

Don`t copy text!