જુનાગઢ, ભડકાઉ ભાષણ આપનાર મૌલાનાના જામીન મંજૂર થયો છે. જેમાં મૌલાના સલમાન અઝહરીને કોર્ટે શરતી જામીન આપ્યા છે. પાસપોર્ટ જમા, હાજરી સહિતની શરતે જામીન મંજૂર થયા છે. મોડાસામાં ભડકાઉ ભાષણ આપતા ફરિયાદ નોંધાઈ છે. અરવલ્લીમાં મૌલાના દ્વારા ભડકાઉ ભાષણ કેસના મામલે મૌલાના સલમાન અઝહરીની જામીન અરજી ગ્રાહ્ય રાખી છે. તેમાં મોડાસા ડિસ્ટિક સેશન કોર્ટે આરોપી મૌલાનાની શરતી જામીન મંજુર કરાઈ છે. આજરોજ કોર્ટમાં ચાલેલી હિયરિંગમાં નામદાર કોર્ટ શરતી જામીન આપ્યા છે. મૌલાનાના પાંચ દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં સુરક્ષા કારણોસર મૌલાનાને સાબરમતી જેલમાં મોકવા કોર્ટે આદેશ કર્યો હતો.
જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચ કેસની તપાસ ચલાવી રહી છે. મૌલાના અઝહરીના સોશિયલ મીડિયા પર ૪.૬૯ લાખ ફોલોઅર્સ છે. ભડકાઉ ભાષણ આપનાર મૌલાના મુફ્તી સલમાનને મોડાસા લવાયો હતો. જેમાં મૌલાના મુતીની મુશ્કેલીઓ વધી છે. ભચાઉ કોર્ટમાંથી જામીન મળતા અરવલ્લી પોલીસે કબજો લીધો હતો. મોડાસા પોલીસે ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરાતા પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. મોડાસા ટાઉન પોલીસમાં નોધાયેલા ગુન્હા મામલે પોલીસે ૧૦ દિવસના રિમાન્ડની કરી માંગ હતી. તથા ભડકાઉ ભાષણ અને એટ્રોસિટી મામલે ફરિયાદ થઈ હતી.
મૌલાનાએ ૨૪ ડિસેમ્બરે મોડાસામાં ભડકાઉ ભાષણ કર્યું હતુ. તેથી અરવલ્લીના મોડાસા ખાતે મુતી સલમાન દ્વારા ભડકાઉ ભાષણ મામલે કેસ ચાલી રહ્યો છે. તેથી કચ્છમાં જામીન મંજુર થતા અરવલ્લી પોલીસે કબજો લીધો હતો. અગાઉ જૂનાગઢમાં એક ખુલ્લા મેદાનમાં આયોજિત એક કાર્યક્રમમાં નફરત ભર્યું ભાષણ આપ્યું હતું. તેમના ભાષણનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ પછી મૌલાના મુતી અને કાર્યક્રમના સ્થાનિક આયોજકો મોહમ્મદ યુસુફ મલિક અને અઝીમ હબીબ ઓડેદરા સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. આ કેસમાં પોલીસે ખુદ ફરિયાદી બનીને ગુનો નોંયો હતો.