રાજકોટમાં સતત બે દિવસથી વરસતા વરસાદના લીધે ભાદર ડેમ-ટુમાં પુષ્કળ પાણી આવ્યું છે. રાજકોટના ધોરાજી ગ્રામ્યમાં સારા વરસાદને લઈને ડેમમાં પાણી આવ્યું છે. સાઇટ વિસ્તારમાં ભારે વરસાદને લઈને ડેમ ઓવરલો થયો છે. ડેમ ઓવરલો થતાં એક દરવાજો અડધો ફૂટ ખોલાયો છે. નીચાણવાળા વિસ્તારમાં નદીના તટ પર ન જવા માટે લોકોને સૂચના આપવામાં આવી છે. ભૂખી ગામ નજીક આવેલા ડેમમાં પાણીની પુષ્કળ આવક થઈ છે. ભાદર-ટુ ડેમમાં કુલ પાંચ ફૂટ નવું પાણી આવ્યું છે.
હાલમાં ડેમમાં કુલ નવ ફૂટ નવા પાણીની આવક નોંધાઈ છે. ડેમની કુલ સપાટી ૪૯.૫૦ ફૂટ છે. હાલ ડેમમાં પાણી ૪૪ ફૂટની સપાટીએ છે. આ ડેમમાંથી ધોરાજી, ઉપલેટા, માણાવદર અને કુતિયાણાના ૬૮ ગામોને પીવાનું પાણી આપવામાં આવે છે. ૧૮ ગામને સિંચાઈનું પાણી પૂરુ પાડતો ડેમ ભરાતા ખેડૂતોમાં આનંદ છવાયો છે.
ભાદર-૨ ડેમ ભારે વરસાદને કારણે તેની પૂર્ણ સપાટીએ ભરાઈ ગયો છે. ભયજનક સપાટીએ ઓવરલો થઈ રહ્યો છે. પાણીના પ્રવાહમાં વધારો થતાં ડેમના છ દરવાજા 07:45am વાગ્યે પાંચ ફૂટે ખોલવામાં આવ્યા છે, જેથી ડેમમાંથી ૩૮,૬૭૪ કયુસેક પાણી છોડવામાં આવતા ડેમના હેઠવાસમાં ગામોને એલર્ટ કરાયા છે.
ભુખી પાસેનો ભાદર-૨ ડેમના દરવાજા ખોલવામાં આવતા ધોરાજી તાલુકાના ભોળા, ભોળગામડા, છાડવાવદર અને સુપેડી તેમજ ઉપલેટા તાલુકાના ડુમિયાણી, ચીખલીયા, સમઢીયાળા, ગણોદ, ઈસરા, કુંઢેચ, ભીમોરા, ગાધા, ગધેડ, હાડફોડી, લાઠ, મેલી મજેઠી, નીલાખા, તલગણા ગામોના લોકોએ નદીના પટમાં કે કાંઠા વિસ્તારમાં અવરજવર નહીં કરવા તેમજ સાવચેત રહેવા સૂચનાઓ આપવામાં આવી છે.
ભાદર ૨ ડેમના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ડેમ પોતાના રૂરલ લેવલ મુજબ સો ટકા ભરાઈ જતા ડેમના છ દરવાજા પાંચ ફૂટ જેટલા ખોલવામાં આવ્યા છે. ડેમમાંથી હાલ ૩૮,૬૭૪ પાણી છોડવામાં આવેલું છે. તેથી ભાદરકાંઠાના ગામો તેમજ વિસ્તારના લોકોને પાણીના પ્રવાહમાં ન જવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે.