ભચાઉના લાકડીયા નજીક રોડ અકસ્માતની મોટી દુર્ઘટના સર્જાઈ છે. લાકડીયા પાસે ગમખ્વાર અકસ્માતમાં ૬ લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. ઇકો અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં ૬ લોકોના ઘટના સ્થળે મોત થયા છે. આ ઘટનામાં ૩થી ૪ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મરણ આંક વધવાની શકયતા રહેલી છે. તમને જણાવી દઈએ કે લાકડીયા ચોકડી પાસે અકસ્માત સર્જાયો છે.
આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે ભચાઉના લાકડીયા નજીકના ધોરીમાર્ગ પર સાંજે ભયંકર વાહન અકસ્માતની ઘટના સર્જાઈ છે. બ્રિજ સમારકામ અર્થે ફોરવે માર્ગ ઉપર કરાયેલા ડાયવરઝના કારણે એક લાઈન ઉપર પસાર થતા ઇકો કાર અને ટ્રેલર વચ્ચે સામસામી ટક્કર ટક્કર સર્જાતા પાંચ લોકોના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે તો અન્ય એક વ્યક્તિ ગંભીર રૂપથી ઘાયલ હોવાનું સામે આવ્યું છે.
બનાવના પગલે ધોરીમાર્ગ પર લોકોની ભારે ભીડ ઉમટી પડી છે, જ્યારે વાહન વ્યવહારને આંશિક અસર પહોંચી છે. લાકડીયા પોલીસ ઘટનાસ્થળે પરિસ્થિતિને થાળે પાડવા અને મૃતદેહોને હોસ્પિટલ ખસેડવાના કાર્યમાં જોતરાઈ છે. સત્તાવાર તબીબના રિપોર્ટ બાદ મૃતકોના નામ અને સંખ્યા કહી શકાય તેમ છે.