દ્વારકા તાલુકામાં ગત 11 જાન્યુઆરીથી શરૂ થયેલા ઓપરેશન ડિમોલિશનની કામગીરી આજે ફરી વેગવંતી બની છે. પ્રાંત અધિકારી અમોલ આવટે અને જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયના નેતૃત્વમાં અગાઉ સાત દિવસમાં મોટી કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન 384 રહેણાંક, 13 અન્ય અને 9 કોમર્શિયલ મળી કુલ 406 દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણો હટાવવાથી સવા લાખ ચોરસ મીટર જમીન મુક્ત થઈ હતી, જેની કિંમત રૂપિયા 63 કરોડ આંકવામાં આવી છે.
આ દરમિયાન કેટલાક દબાણકર્તાઓએ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. કોર્ટે વચ ગાળાનો સ્ટે આદેશ આપ્યો હતો. જો કે, સુનવણી બાદ કોર્ટે તંત્રની તરફેણમાં ચુકાદો આપતા વહીવટી તંત્રએ આજે બપોર બાદ બેટ બાલાપુર વિસ્તારમાં ફરી એકવાર બુલડોઝર ફેરવવાની કામગીરી શરૂ કરી છે. આ કામગીરીમાં ડીવાયએસપી ડૉ. હાર્દિક પ્રજાપતિ, સાગર રાઠોડ અને સ્થાનિક મામલતદારની ટીમ સક્રિય રીતે જોડાયેલી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તાજેતરમાં બેટ અને દ્વારકા વિસ્તારમાં 75 કરોડથી વધુ કિંમતના દબાણો દૂર કરવામાં આવેલા હતા. જેમાં બેટ દ્વારકામાં ગૌચરની જમીન પર ધાર્મિક સ્થળો બનાવાયા હોય તે તોડી પાડવા માટે નોટીસ આપાતા વકફબોર્ડ તથા ભડેલા સમાજ દ્વારા હાઇકોર્ટમાં આ અંગે મનાઇ હુંકમ મેળવવામાં આવ્યો હતો. જેની બે સુનવણી થતા આજે છેલ્લી સુનવણીમાં હાઇકોર્ટ દ્વારા આ મનાય હુકમ કાઢી નાખવામાં આવતા તથા ડિમોલેશન સામે મનાયું કમ ના આપવામાં આવતા આ જમીન દબાણ હટાવવાનો માર્ગ ક્લિયર થઈ જતા 700 થી 800 પોલીસ તથા ડેપ્યુટી કલેક્ટર દ્વારકા તથા પોલીસ અધિકારીઓ સાથે આજે ડિમોલેશનની કામગીરી કરવા બેટમાં તંત્ર પહોંચી ગયું છે.થોડા સમયમાં તંત્ર ડિમોલેશનની કામગીરી શરૂ કરશે જુદા જુદા નવ સ્થળે મોટા બાંધકામમાં જે જમીન પર કબ્રસ્તાનની મંજૂરી હતી તેના પર મદ્રાસા તથા અન્ય બાંધકામો થયા છે જેને ડિમોલેશન કરવામાં આવશે હાઇકોર્ટમાં આ ચુકાદા પછી તેની સામે વકફ બોર્ડ કે ભડેલા સમાજ સુપ્રીમ કોર્ટમાં જાય તે પહેલા જ આ જમીન દબાણો હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે.
બેટ દ્વારકામાં ડિમોલીશન મુદ્દે નોટિસને પડકારતી ત્રણ અરજી ગુજરાત હાઇકોર્ટમાં કરવામાં આવી હતી. જેના ઉપર સુનવણી બાદ ગુજરાત હાઇકોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો. જેની ઉપર આજે ચુકાદો આપતાં હાઇકોર્ટે ત્રણેય અરજી નકારી નાખી છે. હાઇકોર્ટે ચુકાદા પહેલા જે છે તે સ્થિતિ જાળવી રાખવા હુકમ કર્યો હતો. જેને પણ હટાવી દેવામાં આવ્યો છે. કોર્ટે ચુકાદો જાહેર કરતા અરજદારના વકીલ દ્વારા 15 દિવસ સ્ટેટ્સ કવો લંબાવવા માંગ કરી હતી. જે માંગને નકારી નાખવામાં આવી હતી.
ડિમોલીશન મુદ્દે નોટિસને પડકારતી હાઇકોર્ટે ત્રણેય અરજી નકારી અરજદારોને ત્રણ દિવસમાં દબાણ દૂર કરવા નોટિસ મળી હતી. આ નોટિસને રદ્દ કરવા હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. આ સ્થળોમાં કબ્રસ્તાન અને દરગાહ જેવા માળખા આવેલા છે. અરજદારનું કહેવું હતું કે તેઓ આઝાદી પહેલાથી આ જમીન ઉપર કબ્રસ્તાન આવેલું છે. સુપ્રીમ કોર્ટના નિર્દેશો વિરુદ્ધ બાંધકામ તોડવામાં આવી રહ્યું છે. જ્યારે ઓથોરિટીનું કહેવું હતું કે આ માળખા અનધિકૃત રીતે ઊભા કરાયા છે, જે ખરેખરમાં ગૌચરની જમીન ઉપર છે. આ વિસ્તાર દરિયા કિનારાનો છે. તે વકફની મિલકત નથી.
1.21 લાખ સ્ક્વેર મીટર જેટલી જમીન ખુલ્લી અત્યાર સુધીમાં કુલ 406 અનધિકૃત બાંધકામ દૂર કરીને 1.21 લાખ સ્ક્વેર મીટર જેટલી જમીન ખુલ્લી કરાઈ છે. જેની કિંમત 62.73 કરોડ જેટલી થવા જાય છે. સુપ્રીમ કોર્ટે અનધિકૃત બાંધકામ હટાવવા વિરુદ્ધ કોઈ નિર્દેશ આપ્યા નથી. સરકાર પક્ષે મહત્વની રજૂઆત કરાઈ હતી કે વર્ષ 2022 થી 2024 દરમિયાન દ્વારકાના 38 માછીમારોને પાકિસ્તાને પકડીને જેલમાં નાખ્યા હતા. ગુપ્ત માહિતી મુજબ તેમને ધાર્મિક પ્રભાવમાં રાખ્યા બાદ છોડી મુકાયા હતા. કબ્રસ્તાન ઉપર મદરેસાનું બાંધકામ કરવામાં આવ્યું છે.
11 થી 18 જાન્યુઆરી સુધી ડીમોલીશન ડ્રાઇવ યોજવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે બેટ દ્વારકા ડિમોલિશન મુદ્દે એસોસિયેશન ફોર પ્રોટેક્શન ઓફ સિવિલ રાઇટ્સ દ્વારા એક અહેવાલ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં જણાવ્યા મુજબ 11 થી 18 જાન્યુઆરી સુધી ડીમોલીશન ડ્રાઇવ યોજવામાં આવી હતી. જેમાં 525 મિલકતો તોડી પાડવામાં આવી હતી, તેમાં મંદિર-મસ્જિદો અને મકાનો હતા. કુલ 1.27 લાખ સ્ક્વેર કિલોમીટર જમીનને ખુલ્લી કરવામાં આવી હતી. જેની કિંમત 73 કરોડ જેટલી થવા જાય છે. આ ડ્રાઈવમાં મિલકત ધારકોએ અનઅધિકૃત બાંધકામ કર્યું હોવાનું સરકારનું કહેવું હતું. ડ્રાઇવ દરમિયાન 1000 જેટલા પોલીસ કર્મચારીઓ તૈનાત હતા. તેમાં ઇન્દિરા આવાસ યોજનાના મકાનો પણ તોડી પાડવામાં આવ્યા હતા.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 7.52 લાખ જેટલી વસ્તી આવેલી વર્ષ 2011 ના આંકડાઓ મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 7.52 લાખ જેટલી વસ્તી આવેલી છે જેમાં હિન્દુઓની વસ્તી આશરે 85 ટકા જેટલી અને લઘુમતીઓની વસ્તી આશરે 15 ટકા જેટલી છે. જિલ્લાનું વિસ્તાર 4,051 વર્ગ કિલોમીટર છે. જેમાં ખંભાળિયા ભાણવડ, કલ્યાણપુર અને દ્વારકા તાલુકાનો સમાવેશ થાય છે. જિલ્લામાં ઓઇલ રિફાઇનરી, મીઠું, બોકસાઈટ અને લાઈમ સ્ટોનના ઉદ્યોગો આવેલા છે. જિલ્લામાં મંદિર મસ્જિદો આવેલી છે. ખંભાળિયા અને દ્વારકા એમ બે વિધાનસભા મતક્ષેત્રો આવેલા છે. દ્વારકા વિધાનસભામાં ડિમોલિશન ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી.