બેંગલુરુ પૂર્વ જન્મનો સંબંધ હોવાનું કહી એનઆરઆઇ ડોક્ટર પર અનેક વખત બળાત્કાર

બેંગલુરુના એક પ્રખ્યાત યોગ ગુરુ પર એક અમેરિકન ડોક્ટરે યોગ શીખવવાના બહાને તેની સાથે ઘણી વખત બળાત્કાર કરવાનો આરોપ લગાવ્યો છે. આરોપી ચિકમંગલુરમાં આશ્રમ ચલાવે છે. આરોપી પર આધ્યાત્મિક સંબંધ રાખવાના બહાને મહિલા ડોક્ટર સાથે બળાત્કાર કરવાનો આરોપ છે. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. આરોપીઓએ મહિલાને સમજાવ્યું કે તેઓ તેમના પાછલા જન્મથી આયાત્મિક જોડાણ ધરાવે છે. કેસની તપાસ કરી રહેલા પોલીસ અધિકારીનું કહેવું છે કે તેના સેંકડો અનુયાયીઓ છે અને અમે તપાસ કરી રહ્યા છીએ કે તેણે આશ્રમમાં આ પ્રકારની ઘટનાઓ પહેલા કરી છે કે કેમ. હાલ તે ન્યાયિક કસ્ટડીમાં છે.

ચિકમંગલુર પોલીસ અધિકારી સચિન કુમારે જણાવ્યું હતું કે પીડિતા, ૪૨ વર્ષીય મહિલા ડૉક્ટર, ૨૦૦૦ માં પ્રથમ વખત એક મિત્ર દ્વારા આરોપીને મળી હતી. યોગ ગુરુ પ્રદીપ ઉલ્લાલ (૫૩ વર્ષ) “કેવલા ફાઉન્ડેશન”ના વડા છે. તેઓ બે દાયકાથી આ આશ્રમ ચલાવી રહ્યા છે. આયાત્મિક સંબંધ રાખવાના બહાને અમેરિકન ડૉક્ટર સાથે બળાત્કાર કરવા બદલ તેની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓએ મહિલા તબીબને સમજાવ્યું હતું કે તેઓના અગાઉના જીવનમાં આયાત્મિક સંબંધ હતા. ડોક્ટરની ફરિયાદના આધારે પોલીસે રવિવારે આરોપી પ્રદીપ વિરુદ્ધ આઈપીસી કલમ ૩૭૬ (બળાત્કાર) હેઠળ કેસ નોંયો હતો અને કેસની તપાસ શરૂ કરી હતી. આ બળાત્કાર કથિત રીતે ૨૦૨૧ અને ૨૦૨૨ વચ્ચે થયો હતો.

અમેરિકન મહિલા ડોક્ટરે પોલીસને જણાવ્યું કે તે સોશિયલ મીડિયા દ્વારા આરોપીના સંપર્કમાં આવી અને ઓનલાઈન યોગા ક્લાસ લેવાનું શરૂ કર્યું. પીડિતા, મૂળ પંજાબની અને હવે કેલિફોનયાની રહેવાસી છે, તેણે આરોપ લગાવ્યો કે તેણીને ઉલ્લાલના આયાત્મિક ઉપદેશોમાં ફસાવવામાં આવી હતી અને બાદમાં ૨૦૨૧ અને ૨૦૨૨ ની વચ્ચે તેણીએ ઘણી વખત બળાત્કાર ગુજાર્યો હતો.

ફરિયાદ અનુસાર, મહિલા પહેલીવાર ૨૦૨૦માં એક મિત્ર દ્વારા ઉલ્લાલના સંપર્કમાં આવી હતી. ઓનલાઈન યોગ વર્ગો પછી, તેણીએ મલ્લેનાહલ્લીમાં તેમના કેન્દ્રમાં આવવાનું શરૂ કર્યું. ૧ નવેમ્બર ૨૦૨૧ ના ??રોજ તેણીની પ્રથમ સફર દરમિયાન, તેણી ૨૧ દિવસ સુધી ત્યાં રહી. તેણીની ફરિયાદમાં, મહિલાએ આરોપ મૂક્યો છે કે આ સમય દરમિયાન પ્રદીપે કથિત રીતે તેણીને ફસાવવાનું શરૂ કર્યું, અને તેણીને વિશ્ર્વાસ અપાવ્યો કે તેઓ પાછલા જીવનથી ઊંડા આયાત્મિક સંબંધ ધરાવે છે.

તેણીએ આક્ષેપ કર્યો હતો કે ઉલ્લાલે તેણીને “ઊર્જા” અને “દિવ્ય પ્રેમ”ની આડમાં જાતીય પ્રવૃત્તિઓ માટે દબાણ કર્યું હતું. તેમણે દાવો કર્યો કે આ તેમની આયાત્મિક પ્રગતિ માટે જરૂરી છે. આ સમયગાળા દરમિયાન તેણી પર વધુ બે કે ત્રણ વખત બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. તે પછી તે કેલિફોનયા પરત આવી અને ફેબ્રુઆરી ૨૦૨૨ માં ફરીથી મલેનાહલ્લી બોલાવવામાં આવી, જ્યાં તે ૧૦ દિવસ રહી. આ સમયગાળા દરમિયાન તેણીએ આરોપ લગાવ્યો હતો કે ઉલ્લાલે તેની સાથે ઘણી વખત બળાત્કાર કર્યો હતો.

મહિલાએ એવો પણ ખુલાસો કર્યો હતો કે આરોપીઓના આ દુષ્કર્મોને કારણે તે ગર્ભવતી બની હતી અને કમનસીબે ક્સુવાવડ પણ થઈ હતી. શારીરિક અને ભાવનાત્મક શોષણ ઉપરાંત, મહિલાએ એવો પણ દાવો કર્યો હતો કે ઉલ્લાલે તેનું આથક શોષણ પણ કર્યું હતું. તેણીએ આરોપ લગાવ્યો કે તેણીએ આરોપીઓને આશરે ? ૨૦ લાખની ભેટ આપી હતી, જેમાં એક મ્યુઝિક સિસ્ટમ, કાશ્મીરી કાર્પેટ, બે લેપટોપ અને અન્ય ઘણી વસ્તુઓનો સમાવેશ થાય છે. તેણે કહ્યું કે ઉલ્લાલે પોતાને આયાત્મિક માર્ગદર્શક અને યોગ પ્રશિક્ષક તરીકે રજૂ કરીને ઘણા લોકોને છેતર્યા હતા, પોલીસે જણાવ્યું હતું.

Don`t copy text!