- કપિલ શર્મા આવ્યો કરીના કપૂરના ચેટ શોમાં
- કરીનાએ પૂછી લીધો પ્રાઈવેટ સવાલ
- કપિલે બેધડક આપ્યો જવાબ
કપિલ શર્મા ટીવી જગતના સૌથી મોટા સ્ટાર્સમાંનો એક છે. હાલમાં જ તેની ફિલ્મ ‘જવિગાતો’ થિયેટરમાં રિલીઝ થઇ હતી. જેમાં તેણે ફૂડ ડિલિવરી બોયનો રોલ કર્યો છે. દર અઠવાડિયે કપિલ પોતાના શોથી દર્શકોને ખૂબ હસાવે છે. એટલું જ નહીં, તે જ્યાં પણ જાય છે ત્યાં કંઈક એવું કહે છે કે દરેક જણ હસી જ પડે છે.
કરીના કપૂરના ચેટ શોમાં આવ્યો કપિલ
હમણાં હાલમાં કપિલ શર્માએ કરીના કપૂરના ચેટ શો ‘વોટ વુમન વોન્ટ’માં ભાગ લીધો હતો. હવે આ શોનો પ્રોમો આવ્યો છે. વીડિયોની શરૂઆતમાં કરીનાએ કપિલને ટ્વિટર લોગો સાથેનું કાર્ડ બતાવ્યું હતું. કપિલ કાર્ડ જોઇને કહે છે, ‘હું ક્યારેય આ ટ્વિટર પક્ષીને વ્યક્તિગત રીતે મળ્યો નથી, તેણે મારા હોલા ઉડાવી મૂક્યાં. કપિલ આગળ કહે છે, ‘મારી દીકરી 3 વર્ષની છે અને તે ખૂબ જ ફની છે, તેથી મને બધી મહિલાઓ ફની લાગે છે. કરીનાએ જ્યારે પૂછ્યું કે, ‘અમે માત્ર કપિલની ફની સ્ટાઇલ જ જોઇ છે, શું તમે રોમેન્ટિક પણ એટલા જ છો?’
રોમેન્ટીક થયા વગર બાળકો પેદા ન થઈ શકે
કરીનાનો સવાલ સાંભળીને કપિલ જરા પણ ન શરમાયો અને બેધડક બોલી ગયો કે ‘2 બાળકો છે, અમે તેમને ડાઉનલોડ નથી કર્યા, ખરું ને? તેના કહેવાનો અર્થ એ હતો રોમેન્ટીક થયા વગર બાળકો પેદા ન થઈ શકે. કપિલે આગળ કહ્યું, ‘તમે ઇન્સ્ટાગ્રામ પર નહોતા, પરંતુ તમે જાણો છો કે બધું ઇન્સ્ટાગ્રામ પર ચાલી રહ્યું છે, નહીં?’ કપિલ કહે છે, ‘આ બાળકો પણ ખૂબ જ સુંદર છે.’ કરીનાએ વધુમાં કહ્યું, ‘અત્યારે તમારી સાથે વધુ હશે.