બીયર ભરેલો ટ્રક રસ્તા પર ફંગોળાયો, લોકોએ બીયર લુંટવા કરી પડાપડી

આંધ્રપ્રદેશ, આંધ્ર પ્રદેશના અનાકાપલ્લેમાં બિયર ભરેલી ટ્રક પલટી જવાનો વીડિયો સામે આવ્યો છે. સ્થાનિક લોકોનું વર્તન દર્શાવતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

અહેવાલો મુજબ, ૨૦૦ કાર્ટન લઈને જતી ટ્રકે અનાકાપલ્લે ખાતે તેનું સંતુલન ગુમાવ્યું હતું અને રસ્તા પર જ પલટી ગઈ હતી. ટ્રક પલટી જવાની માહિતી મળતા જ આજુબાજુમાં રહેતા લોકો તેમજ રસ્તા પરથી પસાર થતા લોકોમાં બીયરની લૂંટ શરૂ કરી હતી.

અહેવાલો અનુસાર, અનકાપલ્લેમાં બિયરની બોટલો લૂંટી રહેલા લોકોની ભીડ વચ્ચે કોઈએ વીડિયો રેકોર્ડ કર્યો અને તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો. બીયરના શોખીન લોકો વચ્ચેની સ્પર્ધા જોઈને લોકો ફની કોમેન્ટ્સ પણ કરી રહ્યા છે.