બોલિવૂડના મેગાસ્ટાર, મેગાસ્ટાર કે શહેનશાહ વિશે તમે જે પણ કહો, દરેક વ્યક્તિ સમજી જશે કે તમે બચ્ચન સાહેબની વાત કરી રહ્યા છો. અમિતાભ બચ્ચનને આ પદ આટલી આસાનીથી નથી મળ્યુ . તેમનો ચાર્મ 80 વર્ષની ઉંમરે પણ સારી રીતે જળવાઈ રહ્યો છે.BCCI પ્રમુખ જય શાહે બિગ બીને ‘ICC ODI વર્લ્ડ કપ 2023’ની ગોલ્ડન ટિકિટ આપી છે.
અભિનેતા અમિતાભ બચ્ચન પ્રખ્યાત ટીવી ક્વિઝ શો ‘KBC 15’ હોસ્ટ કરવામાં વ્યસ્ત છે, પરંતુ આજે તે કોઈ અન્ય કારણોસર હેડલાઇન્સમાં છે. BCCI પ્રમુખ જય શાહે બિગ બીને ‘ICC વનડે વર્લ્ડ કપ 2023’ની ગોલ્ડન ટિકિટ આપી છે.
અમિતાભ બચ્ચન વર્ષોથી ફૂટબોલ અને ક્રિકેટ ફેન રહ્યા છે જેને કારણે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સેક્રેટરી જય શાહે મંગળવારે ICC ODI વર્લ્ડ કપ 2023 પહેલા બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનને ગોલ્ડન ટિકિટ આપી હતી.
અમિતાભ બચ્ચન ભારતીય ક્રિકેટ ટીમના મોટા પ્રશંસક છે. આને ધ્યાનમાં રાખીને BCCI પ્રમુખ જય શાહે બિગ બીને ‘ICC ODI વર્લ્ડ કપ 2023’ માટે ગોલ્ડન ટિકિટ ભેટમાં આપી છે.
આ ટિકિટ સાથે, અભિનેતા હવે લક્ઝરીમાં VIP સ્ટેન્ડ પરથી તમામ મેચો ટિકિટની કિંમત ચૂકવ્યા વગર જોઈ શકશે.BCCIએ પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર અમિતાભ બચ્ચનને આ ટિકિટ ગિફ્ટ કરવા અંગે પોસ્ટ કરી છે.