બીસીસીઆઇએ મહિલા ક્રિકેટરોની સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટ જાહેર કર્યું, ગ્રેડ એમાં કેપ્ટન હરમનપ્રીત સહિત ત્રણ ખેલાડીઓ

નવીદિલ્હી,ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા મહિલા ક્રિકેટરોની નવી કોન્ટ્રાક્ટ યાદી જાહેર કરવામાં આવી છે. બીસીસીઆઇએ નવા સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટમાં કુલ ૧૭ ખેલાડીઓને જગ્યા આપી છે. જોકે, કેપ્ટન હરમનપ્રીત સિવાય બીસીસીઆઈએ ગ્રેડ છમાં માત્ર બે જ ખેલાડીઓને રાખ્યા છે. સ્મૃતિ મંધાના અને દીપ્તિ શર્મા અન્ય બે ખેલાડીઓ છે જેમને ગ્રેડ છમાં સ્થાન મળ્યું છે.

બીસીસીઆઇએ મહિલા ક્રિકેટરોની સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટને ત્રણ કેટેગરીમાં વહેંચી છે. ત્રણ ખેલાડીઓને એ ગ્રેડમાં રાખવામાં આવ્યા છે. ગ્રેડ એમાં સ્થાન મેળવનાર ત્રણ ખેલાડીઓને બીસીસીઆઇ તરફથી વાષક ૫૦ લાખ રૂપિયાની રકમ મળશે. આ સાથે જ ૫ ખેલાડીઓને બી ગ્રેડમાં સ્થાન મળ્યું છે. આ શ્રેણીના ખેલાડીઓને બીસીસીઆઇ દ્વારા વાર્ષિક ૩૦ લાખ રૂપિયા આપવામાં આવે છે. ગ્રેડ સીમાં મહત્તમ ૧૦ ખેલાડીઓને સ્થાન મળ્યું છે. આ યાદીમાં સામેલ ખેલાડીઓને વાર્ષિક ૧૦ લાખ રૂપિયાની ફી ચૂકવવામાં આવે છે.

ગ્રેડ એ – હરમનપ્રીત કૌર, સ્મૃતિ મંધાના, દીપ્તિ શર્મા

ગ્રેડ બી – રેણુકા ઠાકુર, શેફાલી વર્મા, રિચા ઘોષ, રાજશ્ર્વરી ગાયકવાડ, જેમિમા રોડ્રિગ્સ

ગ્રેડ સી – મેગના સિંહ, દેવિકા વૈદ્ય, અંજલિ સરવાણી, પૂજા વાકર, સાભિનેની મેઘના, સ્નેહ રાણા, રાધા યાદવ, હરલીન દેઓલ, યેસિકા ભાટિયા

જોકે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ પુરૂષ ખેલાડીઓની સરખામણીએ મહિલા ખેલાડીઓને ઘણી ઓછી ફી ચૂકવી રહ્યું છે. પુરૂષ ખેલાડીઓની સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટને ચાર કેટેગરીમાં વહેંચવામાં આવી છે. પ્રથમ શ્રેણી છ ગ્રેડ છે. આ શ્રેણીના ખેલાડીઓને વાર્ષિક ૭ કરોડ રૂપિયા આપવામાં આવે છે.

આ પછી વધુ ત્રણ કેટેગરી છે. ગ્રેડ એ કેટેગરીમાં હાજર ખેલાડીઓને વાર્ષિક ૫ કરોડ રૂપિયાની ફી ચૂકવવામાં આવે છે. ગ્રેડ બીમાં સામેલ ખેલાડીઓને બીસીસીઆઇ દ્વારા વાર્ષિક ત્રણ કરોડ રૂપિયાની ફી ચૂકવવામાં આવે છે. બીસીસીઆઈ દ્વારા ગ્રેડ સીમાં સામેલ ખેલાડીઓને વાર્ષિક એક કરોડ રૂપિયાની રકમ આપવામાં આવે છે. આવી સ્થિતિમાં, મહિલા અને પુરૂષ ક્રિકેટરોના વાર્ષિક કરારમાં ઘણો તફાવત છે, પરંતુ બીસીસીઆઈ છેલ્લા કેટલાક સમયથી જે પ્રકારની પહેલ કરી રહી છે. તે જોતા કહી શકાય કે મહિલા ક્રિકેટરોના વાર્ષિક પગારમાં પણ વધારો જોવા મળી શકે છે.