લંડન ,
બીબીસી- બ્રિટીસ બ્રોડ કાસ્ટીંગ કોર્પોરેશને દુનિયાભરની ૧૦૦ પ્રભાવશાળી મહિલાઓની યાદી જાહેર કરી છે. જેમાં ભારતની ચાર મહિલાઓનો સમાવેશ થયો છે. આ ચાર મહિલાઓમાં એકટ્રેસ અને પ્રોડયુસર પ્રિયંકા ચોપડા જોનસ, એવિએશન એન્જિનિયર સિરિશા બાંદલા, બુકર પ્રાઈઝ વિનર લેખિકા ગીતાંજલિશ્રી અને સામાજિક કાર્યર્ક્તા સ્નેહા જાવાલે સામેલ છે.
બીબીસીની આ વાષક ૧૦૦ પ્રભાવશાળી મહિલાઓની યાદીમાં જમીની સ્તરથી આવતી કાર્યર્ક્તા મહિલાઓથી લઈને વૈશ્ર્વિક નેતાઓને સામેલ કરાઈ છે. તેમાં આંતરરાષ્ટ્રીય સ્તર પર મહિલાઓની સિધિઓ પર જોર દેવામાં આવે છે. આ વખતે યાદી બનાવવામાં બીબીસીએ કેટલાક ફેરફાર કર્યા છે. પહેલીવાર બીબીસીએ આ વખતે અગાઉ આ યાદીમાં સામેલ રહેલી ૧૦૦ મહિલાઓની મદદ લીધી છે.
પ્રિયંકા ચોપડા : બોલિવુડ અને હોલિવુડમાં પણ કામ કરનારી એકટ્રેસ પ્રિયંકા ચોપડા જોનસના બારામાં બીબીસીએ કહ્યું છે કે તે સદભાવનાની દૂત છે. તેણે ખુદની પ્રોડકશન કંપની બનાવી છે. તે યુનિસેફની સદ્ભાવના દૂત પણ છે. તે બાળકોના અધિકારો અને છોકરીઓના શિક્ષણ માટે પ્રચાર કરી રહી છે.
સિરિસા બાંદલા : અંતરિક્ષમાં જનારી બીજી ભારતીય મહિલા છે. સિરિસા બાંદલા ઐતિહાસિક ૨૦૨૧ યુનિટી મિશનનો ભાગ રહી છે. તે આ મિશનના ભાગ રૂપે વજન ગેલાકિટકની પૂરી રીતે ચાલક દળ વાળી સબ-ઓબટલ સ્પેસ ફલાઈટમાં અંતરિક્ષના છેડા સુધી જઈ આવી છે તે ભારતમાં જન્મેલી બીજી મહિલા અંતરિક્ષ યાત્રી બની છે.
ગીતાંજલિશ્રી : નવલ કથાકાર અને લેખિકા ગીતાંજલિશ્રીએ પોતાની નવલ કથા ’રેત સમાધી’ના અંગ્રેજી અનુવાદ ’ટોમ્બ ઓફ ધી એન્ડ’ માટે આંતર રાષ્ટ્રીય બુકર પુરસ્કાર જીતનારી પહેલી હિન્દી લેખિકા બનીને ઈતિહાસ રચ્યો હતો.
સ્નેહા જાવાલે : ઘરેલુ હિંસા પીડિતાથી સામાજિક કાર્યર્ક્તા બનેલી સ્નેહા જાવાલેના માતા-પિતા જયારે સાસરિયાની દહેજની માંગ પૂરી ન કરી શકયા તો તેના પતિએ તેના પર કેરોસીન છાંટીને તેને સળગાવી હતી. જયારે તેનો પતિ તેના પુત્રને લઈને ચાલ્યો ગયો તો સ્નેહાએ પોતાનું જીવન ફરીથી જીવવાનું નકકી કર્યું. તેણે ટેરા કાર્ડ રીડર અને સ્ક્રીપ્ટ રાઈટરનું કામ પસંદ કર્યું હતું આ એવું કામ હતું જેના માટે તેનો બળી ગયેલો ચહેરો લોકોને બતાવવાની જરૂર નહોતી.