
નવીદિલ્હી, : આંતરરાષ્ટ્રીય ટીવી બ્રોડકાસ્ટર બીબીસીએ ભારતમાં કરચોરી કરી હોવાનું કબુલ કર્યુ છે. છેલ્લા ત્રણ માસથી બીબીસી આવકવેરા વિભાગની તપાસ હેઠળ હતી અને તેની દિલ્હી-મુંબઈ સહિતની કચેરીએ દરોડા પાડવામાં આવ્યા હતા તથા કેટલાક ડોકયુમેન્ટ પણ કબ્જે કરવામાં આવ્યા હતા.
રિપોર્ટ મુજબ બીબીએમે કેટલાક ઓવર પેમેન્ટના બિલની કરચોરી કરી છે અને હાલ તેના દસ્તાવેજોના આધારે બીબીસીની કર જવાબદારી નિશ્ર્ચિત થશે. બીબીએ વિદેશ પણ કેટલાક રકમ મોકલી છે જે તેના આવકવેરા રીટર્નમાં દર્શાવી નથી.
વિદેશી કંપનીઓને આ પ્રકારે વિદેશમાં રકમ મોકલવાપર ટેક્ષ ભરવો ફરજીયાત છે. જો કે બીબીસીના કબુલાત નામા કરતા આવકવેરા વિભાગ હવે તેની સ્વતંત્ર તપાસના આધારે બ્રોડકાસ્ટરની કર જવાબદારી નિશ્ર્ચિત કરશે અને તેમાં પેનલ્ટી વિ. પણ વસુલાશે. વિશ્ર્વમાં પ્રતિષ્ઠા ધરાવતા આ બ્રોડકાસ્ટરની કરજવાબદારી પણ ઉંચી હશે તેમ માનવામાં આવે છે.