હિંમતનગર,અરવલ્લી જિલ્લાના બાયડમાં અકસ્માતમાં ૪ લોકોએ જીવ ગુમાવ્યા છે. વહેલી સવારના દરમિયાન બાઈકને LPG સપ્લાય કરતા વાહને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક સવાર ૨ બાળકો સહિત ૪ લોકોના મોત નિપજ્યા હતાં. ઘટનાને પગલે બાયડ પોલીસ સ્થળ પર દોડી આવીને તપાસ શરુ કરી છે. પ્રાથમિક વિગતોનુસાર પતિ-પત્નિ અને બાળકો એક સાથે બાઈક પર પસાર થઈ રહ્યા હતા. ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. ટ્રકના ચાલકે સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હોવાના પ્રાથમિક અનુમાન સાથે તપાસ શરુ કરાઈ છે.
ઘટનાને લઈ પોલીસ દ્વારા અકસ્માતમાં બેદરકારી કોની હતી અને કેવી રીતે આ ઘટના સર્જાઈ તેની તપાસ અર્થે એફએસલની મદદ લેવામાં આવશે.