મહિસાગર,
ગ્રામીણ વિકાસ મંત્રાલય અને બેંક ઓફ બરોડાના સહયોગ ધ્વારા સંચાલિત બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન (RESTI), લુણાવાડા દ્વારા આવનાર બે મહિના (જાન્યુઆરી, ફેબ્રુઆરી)માં નીચે આપેલ કૌશલ્યવર્ધન તાલીમ શરૂ કરવામાં આવી રહી છે. તો મહીસાગર જીલ્લાના યુવક યુવતીઓ જે 18 થી 45 વર્ષમાં આવતા હોય તેઓ આ તાલીમમાં ભાગ લેવા બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન, પટેલ બ્રધર્સ કોમર્સિયલ સેન્ટર ચાર કોસીયા નાકા,મોડાસા રોડ, લુણાવાડા, મહિસાગર પર સંપર્ક કરવો. આ તાલીમ બિલકુલ નિશુલ્ક (ફી) છે. ગ્રામીણ બેરોજગારોને સૌપ્રથમ પ્રાથમિકતા આપવામાં આવશે.
A/C FREEZE REPAIRR-30 દિવસ,ફાસ્ટ ફૂડ સ્ટોલ ઉધમી-10 દિવસ, કોમ્પુટરાઈઝડ એકાઉન્ટીંગ-30 દિવસ,સોફ્ટ ટોયઝ મેકિંગ અને વાંસકામ-10 દિવસ, સિલાઈકામ (બહેનો માટે)-30 દિવસ,સેલફોન રીપેર સર્વીસ-30 દિવસ, ફોટોગ્રાફી અને વિડીઓગ્રાફી -30 દિવસ, હાઉસ વાયરીંગ-30 દિવસ અને વાસકામ-13 દિવસ ની તાલીમ આપવામાં આવશે.