ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય અને રાજ્ય સરકારનાં સહયોગથી બેંક ઓફ બરોડા સંચાલિત બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા મહીસાગર જીલ્લામાં અનેક પ્રકારની રોજગારલક્ષી તાલીમ પૂરી પાડી રોજગારવાંછુઓ માટે આત્મનિર્ભરતાના નવા દ્વાર ખોલી રહી છે. આ સંસ્થા દ્વારા ગ્રામ્ય કક્ષાએ લોકોને જાગૃત કરી માંગ આધારિત તાલીમ માટેના કાર્યક્રમોનું આયોજન કરી ઉમેદવારની યોગ્યતા અને મૂલ્યાંકન બાદ જે તે ક્ષેત્રમાં તાલીમ આપી સ્વરોજગાર માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.
જે અંતર્ગત બેંક ઓફ બરોડા દ્વારા પ્રાયોજીત ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાન, (આર-સેટી) મહીસાગર દ્વારા બાલાસિનોર તાલુકાના વિરાજીના મુવાડા ગામે 32 તાલીમાર્થીઓને આત્મનિર્ભર થવા માટે 10 દિવસની નિ:શુલ્ક પશુપાલન અને વર્મીકંપોસ્ટ તાલીમનું ઉદઘાટન દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યું. જેમાં સંસ્થાના ડાયરેક્ટર વિશાલ અગ્રવાલ અને DST અરવિંદભાઈ ઉપસ્થિત રહ્યા હતા.