લુણાવાડા, બેંક ઓફ બરોડા દ્વારા પ્રાયોજીત ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાન,(આર-સેટી) મહીસાગર દ્વારા જીલ્લાના છ તાલુંકાઓ માંથી આવેલ 22 તાલીમાર્થી બહેનોને આત્મનિર્ભર થવા માટે છ દિવસની નિ:શુલ્ક ONE GP ONE BC (BANK MITRA)ની તાલીમ નો આજરોજ સમાપન સમારોહ કાર્યક્રમ યોજાયો.
આ કાર્યક્રમમાં જીલ્લા વિકાસ અધિકારી તરફથી બહેનોને Business Correspondent ની કામગીરી માટે માર્ગદર્શન આપ્યું અને બાયોમેટ્રિક મશીન સાથે સર્ટિફિકેટ વિતરણ કરીને પોતાના પગપર ઉભારહીને આત્મનિરભર કઇ રીતે બને એ માટે વિશેષ માર્ગદર્શન આપીને પ્રોત્સાહન પુરૂ પાડ્યૂ હતુ અને વધુમાં સંસ્થામાં હાલમાં ચાલતી Computerized Accounting ની 34 તાલીમાર્થી બહેનોની મુલાકાત લઇ માર્ગદર્શન પૂરૂં પાડ્યું. જેમાં જીલ્લા વિકાસ અધિકારી સી. એલ. પટેલ (I.A.S), નાયબ જીલ્લા વિકાસ અધિકારી સી.ડી.ભગોરા, જીલ્લા આજીવિકા પ્રબંધક હરિશ્ચંદ્ર રાઠોડ અને સંસ્થાના નિયામક વિશાલ અગ્રવાલ ઉપસ્થિત રહ્યા હતા.