બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાન મહીસાગર દ્વારા LMV OWNER DRIVER ની તાલીમનો સમાપન સમારોહ યોજાયો

મહીસાગર, બેંક ઓફ બરોડા દ્વારા પ્રાયોજીત ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાન,(આર-સેટી) મહીસાગર દ્વારા જીલ્લાના છ તાલુંકાઓ માંથી આવેલ 26 તાલીમાર્થી ભાઈઓને આત્મનિર્ભર થવા માટે 30 દિવસની નિ:શુલ્ક LMV OWNER DRIVER તાલીમનો આજરોજ સમાપન સમારોહ કાર્યક્રમ યોજાયો.

જેમાં ડી.આર.ડી.એ. ડાયરેકટર ચંદ્રિકાબેન ભાભોર અને સંસ્થાના નિયામક વિશાલ અગ્રવાલ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ડી.આર.ડી.એ. ડાયરેકટર ચંદ્રિકાબેન ભાભોર તરફથી સર્ટિફિકેટ વિતરણ કરીને પોતાના પગપર ઉભારહીને આત્મનિરભર કઇ રીતે બને એમાટે વિશેષ માર્ગદર્શન આપીને વિધ્યાર્થીઓને પ્રોત્સાહન પુરૂ પાડ્યૂ હતું.