દાહોદ, દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ખોખરા ગામમાં એક પેસેન્જરે બારીયાથી ખોખરા સુધી મુસાફરી કરી હતી. ત્યારે હાલમાં સરકાર દ્વારા બસ ભાડામાં 25 ટકા જેટલો ભાડાનો વધારો કરવામાં આવ્યો છે. ત્યારે પહેલા ખોખરા બારીયાનુ ભાડુ 16 રૂપિયા ચાલતુ હતુ. ત્યારે હાલ વધીને 20 રૂપિયા થયુ છે. ત્યારે પહેલા કિ.મી.16 ટિકીટમાં છપાતા હતા ત્યારે હાલમાં ભાડા વધારા થયા પછી ટિકીટમાં કિ.મી.18 થઈ ગયા છે. ત્યારે ખોખરા બારીયાના કિ.મી.માં બે કિ.મી.નો વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે બારીયા ધાનપુર મુખ્ય માર્ગ પર ખોખરાથી બારીયા 15 કિ.મી.ના બોર્ડ લખવામાં આવેલા છે. ત્યારે એક ગજબની વાત જોવા મળી રહી છે દિવસે ને દિવસે ભાડાનો વધારો કરવામાં આવી રહ્યો છે. ત્યારે કિ.મી.માં પણ વધારો જોવા મળી રહ્યો છે. પરંતુ એટલુ જ નહિ ગામ ખસેડવામાં નથી આવ્યુ કે પછી ખોખરા ગામનુ બસ સ્ટેન્ડ પણ નથી ખસેડવામાં આવ્યુ કે પછી રસ્તો પણ હતો તેમનો તેમ છે છતાં કિ.મી.કેમ દિવસે ને દિવસે વધારો કરાય છે તેની પેસેન્જરોમાં ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે બસમાં સવાર થયેલા મુસાફરે કંડકટરને પુછપરછ કરી કે બસ ભાડામાં વધારો થયો છે પરંતુ કિ.મી.માં કેમ ત્યારે કંડકટરે જણાવ્યુ હતુ કે એ તો મશીનમાં છપાય છે મને ખબર નથી તેમ જણાવ્યુ હતુે