યુપીના બરેલીમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. અહીં એક સ્પીડમાં આવતી કાર ડિવાઈડર તોડીને રોડની બીજી બાજુ પહોંચી ગઈ હતી. અને પછી તે 16 ટાયર ડમ્પર સાથે અથડાઈ હતી. આ ઘટનામાં 8 લોકોના કરૂણ મોત થયા છે. કાર અને ડમ્પર વચ્ચે ભયંકર અથડામણ થઈ અને પછી તેમાં આગ લાગી. કારમાં બેઠેલા લોકોને ખસેડવાની પણ તક મળી ન હતી. કારમાં મુસાફરી કરી રહેલા 8 લોકો જીવતા દાઝી ગયા હતા અને ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા. ઘટનાની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
તમને જણાવી દઈએ કે કાર બરેલીથી બહેરી તરફ જઈ રહી હતી. ત્યારપછી કારનું આગળનું ટાયર પંચર થઈ ગયું, જે પછી તે કાબૂ બહાર ગઈ અને ડિવાઈડર તોડીને બીજી તરફ પહોંચી ગઈ. ત્યારે સામેથી આવી રહેલા 16 ટાયરવાળા ડમ્પર સાથે કારની ભયાનક ટક્કર થઈ હતી. ટક્કર બાદ ડમ્પર કારને દૂર સુધી ખેંચી ગયું હતું, જેના કારણે કારમાં આગ લાગી હતી. કારમાં 8 લોકો હતા અને તેઓ બળીને મૃત્યુ પામ્યા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર બરેલીથી સુમિત ગુપ્તાની કારને ફુરખાન લઈ જઇ રહ્યો હતો. કારમાં સવાર 8 લોકો બહેડીના જામ ગામ જઇ રહ્યા હતા. રસ્તામાં ડભાખરા ગામ પાસે અચાનક કારનું વ્હીલ ફાટ્યું હતું, જેના કારણે કાર કાબુ બહાર જઈ ડિવાઈડર તોડી રોંગ સાઈડમાં પહોંચી ગઈ હતી. સામેથી રેતી ભરેલું 16 ટાયરવાળું ડમ્પર આવી રહ્યું હતું અને કાર તેની સાથે અથડાઈ હતી. ટક્કર બાદ ડમ્પર કારને દૂર સુધી ખેંચી ગયું હતું, જેના કારણે તેમાં આગ લાગી હતી. થોડી જ વારમાં આગએ ડમ્પરને પણ લપેટમાં લીધું હતું.
પોલીસ અધિકારીએ જણાવ્યું કે જ્યાં સુધી પોલીસ સ્થળ પર પહોંચી ત્યાં સુધીમાં કાર સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગઈ હતી. ફાયર બ્રિગેડની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને કોઈક રીતે આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ ઓલવવામાં આવ્યા બાદ કારમાં સાત બળી ગયેલી કંકાલ અને હાડપિંજર દેખાતા હતા. તેના સિવાય એક બાળકનો મૃતદેહ પણ મળી આવ્યો હતો. તેણે વધુમાં જણાવ્યું કે કારના માલિક સુમિત ગુપ્તાએ જણાવ્યું કે તે બહેડીમાં રહે છે. તેમની કાર એક વ્યક્તિ માંગણી પર લઈ ગયો હતો. કેપ્ટન, સિટી મેજિસ્ટ્રેટ અને એસપી ક્રાઈમ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ઘટનાસ્થળનો તાગ મેળવ્યો હતો. અન્ય અધિકારીઓ પણ મોડી રાત્રે આવતા રહ્યા હતા.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બરેલી રોડ અકસ્માતમાં થયેલા મોત પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. તેમના આત્માની શાંતિ માટે સંવેદના અને તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. અકસ્માતમાં ઈરફાન, મોહમ્મદ આરીફ, શાદાબ, આસિફ, અલીમ, અયુબ, મુન્ને અને આસિફના મોત થયા હતા. ફુરકાને બરેલી માટે કાર બુક કરાવી હતી. લગ્નના વરઘોડામાંથી પરત ફરતી વખતે આ અકસ્માત થયો હતો.