બારડોલી બેઠક પર ભાજપની જીતની હેટ્રિક, પ્રભુભાઈ વસાવાએ કોંગ્રેસના સિદ્ધાર્થ ચૌધરીને હરાવ્યા

બારડોલી લોક્સભા બેઠક પર ભાજપના ઉમેદવાર પ્રભુ વસાવાની જીત થઈ છે. ભારતના ચૂંટણી આયોગ દ્વારા લોક્સભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ની તા.૧૬ માર્ચ ૨૦૨૪ના રોજ જાહેરાત કરી હતી. ત્યારથી રાજકીય પાર્ટીઓ પૂર જોશમાં ચૂંટણી જીતની આશાવાદી અભિગમ સાથે તડામાર તૈયારીઓમાં લાગી ગઈ હતી. જો કે, તૈયારીઓ અને મહેનત વાયદાઓ અને વિશ્ર્વાસી અભિગમનો પરિણામ આજે આવી ગયો છે.

પ્રભુ વસાવાએ રાજકીય કારકિર્દી કોંગ્રેસ સાથે શરૂ કરી હતી. માંડવી વિધાનસભામાં કોંગ્રેસ તરફથી બે ટર્મ ચૂંટાયા હતાં. ૨૦૧૪ની લોક્સભા ચૂંટણી પહેલા ભાજપમાં જોડાયા હતાં. ૨૦૧૪માં બારડોલી લોક્સભામાં ભાજપ તરફથી ચૂંટાયા હતા. ૨૦૧૯માં પણ જીત મળી હતી. ભાજપે ત્રીજી વાર રિપીટ કર્યા છે. સહકારી આગેવાન છે. સંગઠનક્ષેત્રે પણ સારી કામગીરી છે.

સિદ્ધાર્થ ચૌધરીના પિતા આદિવાસી સમાજમાં આગળ પડતું નામ છે. સિદ્ધાર્થ ચૌધરીના પિતાએ અપક્ષ ઉમેદવાર તરીકે અમરસિંહ ચૌધરીને હરાવ્યા હતા. કોંગ્રેસે યુવા નેતા તરીકે આગળ કર્યા છે. સ્થાનિક સ્તરે એકંદરે સ્વીકૃત ચહેરો છે. તેઓ નિવવાદીત છબી ધરાવે છે. વ્યારાના પીઢ કોંગ્રેસીઓ સાથે નિકટતા ધરાવે છે. સહકારી ક્ષેત્રે સક્રિય છે. ૨૦૦૮ના સીમાંકન બાદ બેઠક અસ્તિત્વમાં આવી હતી. છેલ્લી બે ટર્મથી બારડોલી બેઠક ભાજપ પાસે છે. વર્ષો સુધી આ બેઠક કોંગ્રેસના વર્ચસ્વવાળી રહી છે. સુરત અને તાપી જિલ્લામાં વહેંચાયેલી બેઠક છે. અનુસૂચિત જનજાતિ માટે અનામત બેઠક છે.

આદિવાસી સમાજના પ્રભુત્વવાળી આ બેઠક છે. હળપતિ, ગામિત, વસાવા, ચૌધરી મતદારોનો પ્રભાવ છે. અહીં જનરલ અને બક્ષીપંચ મતદારો પણ નિર્ણાયક છે બોરડોલી લોક્સભા બેઠકની વાત કરીએ તો અહીં ૬૪.૮૧ ટકા મતદાન નોંધાયું હતું. જેમાં માંગરોળમાં ૬૮.૮૮ ટકા તો માંડવીમાં ૭૪.૫૮ ટકા જ્યારે કામરેજમાં ૪૬.૫૦ ટકા, બારડોલીમાં ૬૩.૫૮ ટકા, મહુવામાં ૬૮.૫૮ ટકા તો વ્યારામાં ૭૩.૬૮ ટકા તેમજ નિર્ઝરમાં ૭૯.૬૪ ટકા મતદાન નોંધાયું હતુ.