આર્કટિક, આર્કટિકથી આવતા ઘાતક ઠંડા પવનોને કારણે અમેરિકાના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન શૂન્યથી નીચે પહોંચી ગયું છે. બરફના તોફાનના કારણે દેશના જુદા જુદા ભાગોમાં ચાર લોકોના મોત થયા છે. તમને જણાવી દઈએ કે ખરાબ હવામાનના કારણે સોમવારે ૨૯૦૦થી વધુ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હતી. આ સાથે દેશના મોટાભાગના વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો છે.
આર્કટિકથી આવતા ઘાતક ઠંડા પવનોને કારણે અમેરિકાના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન શૂન્યથી નીચે પહોંચી ગયું છે. બરફના તોફાનના કારણે દેશના જુદા જુદા ભાગોમાં ચાર લોકોના મોત થયા છે.
તમને જણાવી દઈએ કે ખરાબ હવામાનના કારણે ૨૯૦૦થી વધુ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હતી. આ સાથે દેશના મોટા ભાગના વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે અને નેશનલ ફૂટબોલ લીગ પણ મોકૂફ રાખવી પડી છે. મેરીલેન્ડના નેશનલ વેધર સવસના હવામાન શાસ્ત્રી જેક ટેલરે જણાવ્યું હતું કે ઉત્તરી અને ઉત્તરપૂર્વીય મોન્ટાનામાં સવારે તાપમાન -૬.૭ ડિગ્રી સેલ્સિયસ અને -૪૦ ડિગ્રી સેલ્સિયસ હતું. ઘણા શહેરોમાં બરફના તોફાન અને ભારે હિમવર્ષાની આશંકા વ્યક્ત કરતાં ટેલરે લોકોને ઘરની બહાર નીકળવાનું ટાળવાની સલાહ આપી હતી. ટેલરે આગામી બે દિવસમાં દેશની રાજધાની વોશિંગ્ટન ડીસીમાં ભારે હિમવર્ષા થવાની શક્યતા પણ વ્યક્ત કરી છે.
ખરાબ હવામાનને કારણે શિકાગો, પોર્ટલેન્ડ, ડેનવર, ડલાસ જેવા શહેરોમાં શાળાઓને બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. ટેક્સાસમાં રેકોર્ડ નીચા તાપમાનને લીધે, રાજ્યની પાવર યુટિલિટીએ ગ્રાહકોને ઉર્જા બચાવવા વિનંતી કરી.