બાર ગામ લેઉઆ પાટીદાર સમાજ દ્વારા 14મો સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો

  • નવ દંપતીએ પ્રભુતામાં પગલાં માંડ્યાં : સમાજના તરલાઓને ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો.

બાલાસિનોર, બાલાસિનોર તાલુકાના દેવ ખાતે બાર ગામ લેઉઆ પાટીદાર સમાજ દ્વારા સમૂહ લગ્ન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સમાજમાં લગ્ન સમયે તામજામ કરી ખોટા ખર્ચ કરતા પરિવારોને સમૂહ લગ્ન કાર્યક્રમોમાં જોડાવા અપીલ કરાઈ હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર બાલાસિનોર તાલુકાના દેવ ખાતે બાર ગામ લેઉઆ પાટીદાર સમાજ દ્વારા 14 સમૂહ લગ્ન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં નવ દંપીઓએ લગ્ન યોજાયા હતા. સાથે ધોરણ 10 અને 12 માં સારી ટકાવારી મેળવેલા તારલાઓને સમાજ દ્વારા સન્માન કાર્યક્રમ યોજાયો હતો. જ્યારે સમગ્ર કાર્યક્રમોમાં વિવિધ દાતાઓ દ્વારા ક્ધયાદાન, જમણવારનો ખર્ચો ઉઠાવવામાં આવ્યો હતો.