સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શુક્રવારે ભારતીય શેરબજાર વધારા સાથે બંધ થયું હતું. બંને મુખ્ય સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી એ આજે ટ્રેડિંગ દરમિયાન તાજી ઓલ-ટાઇમ હાઈ સપાટી બનાવી છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ ઇન્ડેક્સ સેન્સેક્સ આજે ૦.૨૮ ટકા અથવા ૨૩૧ પોઇન્ટના વધારા સાથે ૮૨,૩૬૫ પર બંધ થયો હતો. બજાર બંધ સમયે સેન્સેક્સના ૩૦ શેરોમાંથી ૨૨ શેર લીલા નિશાન પર અને ૮ શેર લાલ નિશાન પર હતા. તે જ સમયે, નેશનલ સ્ટોક એક્સચેન્જ ઇન્ડેક્સ નિફ્ટી આજે ૦.૩૩ ટકા અથવા ૮૩ પોઇન્ટના વધારા સાથે ૨૫,૨૩૫ પર બંધ થયો હતો. બજાર બંધ સમયે નિફ્ટી ના ૫૦ શેરોમાંથી ૪૧ શેર લીલા નિશાન પર અને ૯ શેર લાલ નિશાન પર હતા.
શુક્રવારે નિફ્ટી પેક શેરોમાં સૌથી મોટો વધારો સિપ્લામાં ૨.૩૩ ટકા, બજાજ ફાઇનાન્સમાં ૨.૦૭ ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રામાં ૧.૯૭ ટકા, ડિવિસ લેબમાં ૧.૮૪ ટકા અને એનટીપીસીમાં ૧.૭૮ ટકાનો વધારો નોંધાયો હતો. આ સિવાય સૌથી મોટો ઘટાડો ટાટા મોટર્સમાં ૧.૧૩ ટકા, બેક્ધમાં ૦.૭૮ ટકા, ટેક મહિન્દ્રામાં ૦.૭૨ ટકા, કોલ ઈન્ડિયામાં ૦.૬૮ ટકા અને રિલાયન્સમાં ૦.૫૬ ટકાનો ઘટાડો નોંધાયો હતો.
ક્ષેત્રીય સૂચકાંકોની વાત કરીએ તો, સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શુક્રવારે નિફ્ટી રિયલ્ટીમાં સૌથી વધુ ૧.૬૦ ટકાનો વધારો નોંધાયો હતો. આ સિવાય નિફ્ટી મિડસ્મોલ હેલ્થકેરમાં ૧.૪૫ ટકા, નિફ્ટી ઓઇલ એન્ડ ગેસમાં ૦.૨૨ ટકા, નિફ્ટી હેલ્થકેર ઇન્ડેક્સમાં ૧.૩૯ ટકા, નિફ્ટી પ્રાઇવેટ બેક્ધમાં ૦.૩૧ ટકા, નિફ્ટી પીએસયુ બેક્ધમાં ૦.૨૧ ટકા, નિફ્ટી ફાર્મામાં ૧.૫૪ ટકા, નિફ્ટી ૪૦ ટકા મેટલ, નિફ્ટી આઇટી ૦.૫૬ ટકા, નિફ્ટી ફાઇનાન્શિયલ સર્વિસીસ ૦.૨૭ ટકા, નિફ્ટી ઓટો ૦.૭૫ ટકા અને નિફ્ટી બેક્ધ ૦.૩૯ ટકા વધ્યા હતા. આ સિવાય નિફ્ટી મીડિયા ૦.૫૬ ટકા અને નિફ્ટી એફએમસીજી ૦.૦૮ ટકા ઘટ્યા છે.