પશ્ર્ચિમબંગાળ, દક્ષિણ પૂર્વ રેલવેના પશ્ર્ચિમ બંગાળના ખડગપૂર-આદ્રા રેલ ડિવિઝન હેઠળ બાંકુડાના ઓડા રેલવે સ્ટેશનની પાસે બે માલગાડીઓ ટકરાઇ હતી. ખડગપુર-બાંકુરા-આદ્રા લાઇન પર રેલવેનું સંચાલન પર રોક લગાવી દેવામાં આવી છે. બાંકુરામાં માલગાડી દુર્ઘટના બાદ ઘણી ટ્રેનો રદ્દ કરવામાં આવી છે. દક્ષિણ પૂર્વ રેલવેએ જણાવ્યું હતું કે, આદ્રા ડિવિઝનના ઓંડાગ્રામ સ્ટેશન પર માલગાડી પાટા પરથી ઉતરી જવાને કારણે આજે ૧૪ ટ્રેનો રદ્દ કરવામાં આવી છે.
સાઉથ ઈસ્ટર્ન રેલ્વેના સીપીઆરઓ આદિત્ય કુમાર ચૌધરીએ જણાવ્યું હતું કે, એક માલગાડી લૂપ લાઈનમાં ઉભી હતી અને બીજી ટ્રેન સિગ્નલ પર રોકાવાની હતી પરંતુ તેણે લાલ સિગ્નલ ઓળંગી, જેના કારણે ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. સવારે સાડા સાત કલાકેની આસપાસ સમારકામનું કામ પૂર્ણ થયું હતું. અત્યાર સુધીમાં ૧૧ ટ્રેનો રદ્દ કરવામાં આવી છે. દક્ષિણ પૂર્વ રેલવેના સીપીઆરઓ આદિત્ય કુમાર ચૌધરીએ જણાવ્યું છે કે, સામાન્ય ટ્રેન સેવાઓ શરૂ થઈ ગઈ છે. બાંકુરા માલસામાન ટ્રેન દુર્ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી અને બંને લોકો પાયલોટ સુરક્ષિત છે.
આદિત્ય કુમાર ચૌધરીએ જણાવ્યું છે કે, સમારકામ ચાલુ છે. અપ મેઇલ લાઇન અને અપ લૂપ લાઇન ૭.૪૫ પર પહેલાથી જ પુન:સ્થાપિત કરવામાં આવી છે. કેટલાક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ઘટનામાં એક ડ્રાઈવર ઘાયલ થયો છે, પરંતુ કોઈ ગંભીર ઈજા થઈ નથી. ઓડિશામાં બાલાસોર ટ્રેન દુર્ઘટનાના ૨૦ દિવસ બાદ આ ઘટના બની છે. બાલાસોર ટ્રિપલ ટ્રેન દુર્ઘટનામાં ૨૯૧ લોકોના મોત થયા હતા અને હજારો લોકો ઘાયલ થયા હતા. ૨ જૂનના રોજ ત્રણ ટ્રેનો અકસ્માતમાં સામેલ થઈ હતી.
શાલીમાર-ચેન્નઈ સેન્ટ્રલ કોરોમંડલ એક્સપ્રેસ, બેંગ્લોર-હાવડા સુપરફાસ્ટ એક્સપ્રેસ અને એક માલસામાન ટ્રેન અકસ્માત સર્જાયો હતો. CBI આ ટ્રેન દુર્ઘટનાની તપાસ કરી રહી છે.