
થાણે,બેન્કોએ નબળા વર્ગોની જરૂરિયાતોને ઓળખવી પડશે તેમજ તેમને સશક્ત બનાવવાની પણ જરૂર છે તેમ જણાવતાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે ઉમેર્યું હતું કે બેન્કોએ તમામ આર્થિક માપદંડોને સાચવીને સમાજિક વિકાસને પ્રાથમિક્તા આપવી જોઇએ. મહારાષ્ટ્રના થાણે જિલ્લાના કલ્યાણ વિસ્તારમાં કલ્યાણ જનતા સહકારી બેન્કની સુવર્ણ જયંતિની ઉજવણીમાં ભાગ લેવા આવેલા સંઘ વડાએ કહ્યું હતું કે નબળા વર્ગની આર્થિક સમૃદ્ધિ બેન્કનો આધાર છે.
બેંકોએ તમામ આર્થિક માપદંડો જાળવીને સામાજિક વિકાસને પ્રાથમિક્તા આપવી જોઈએ. નબળા વર્ગોની જરૂરિયાતોને ઓળખવી અને તેમને સશક્ત બનાવવાની જવાબદારી બેંકોની છે.
તેમણે કહ્યું છે કે ગયા વર્ષે કેન્દ્રીયમંત્રી નીતિન ગડકરીની હાજરીમાં બેન્કની સુવર્ણ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. કલ્યાણ જનતા સહકારી બેંકની સુવર્ણ જયંતિ એટલે કે સંસ્થા ભવિષ્યમાં વધુ ગતિશીલતાથી કેવી રીતે ચાલે અને જરૂરિયાતમંદ લોકો તેનો મહત્તમ લાભ મેળવી શકે તેના પર ધ્યાન આપવું પડશે.
ઉલ્લેખનીય છે કે મોહન ભાગવત ગયા અઠવાડિયે ત્રણ દિવસની મુલાકાતે જલંધર પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે સંઘ સાથે જોડાયેલા લોકો સાથે મુલાકાત કરી હતી. તેમના સંબોધનમાં તેમણે કહ્યું હતું કે, દેશમાં વિકાસને સારી ગતિ મળી છે. આ ગતિ સાચી દિશામાં આગળ વધી રહી છે.