બેંક ખાતામાં પણ પૈસા સુરક્ષિત નથી, સર્વર હેક અને ૮૯ ખાતામાં ૧૬.૫ કરોડ રૂપિયા ટ્રાન્સફર

નોઈડા પોલીસ સાયબર સેલના એસીપી વિવેક રંજન રાયે જણાવ્યું કે ૧૬-૨૦ જૂન વચ્ચે બેંકમાંથી ૧૬.૫ કરોડ રૂપિયા ઉપાડવામાં આવ્યા હતા. આ રકમ ૮૯ જુદા જુદા ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. બેંકના આઇટી મેનેજરે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને મામલાની તપાસ કરવામાં આવી રહી છે.નૈનીતાલ બેંક સાયબર કૌભાંડ:(વિમલ કૌશિક) સામાન્ય લોકો સાથે છેતરપિંડી કર્યા બાદ હવે સાયબર ઠગોએ બેંકને સીધું નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. તાજેતરનો મામલો નોઈડાના સેક્ટર ૬૨ સ્થિત નૈનીતાલ બેંકનો છે.

જ્યાંથી એક સાયબર ઠગ બેંકનું સર્વર હેક કરીને ૫ કરોડની ચોરી કરી ગયા હતા. આ પૈસા જુદા જુદા ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. બેંકે આ છેતરપિંડી અંગે નોઈડા પોલીસને જાણ કરી છે.નૈનીતાલ બેંકના આઈટી વિભાગ દ્વારા નોઈડા પોલીસને ફરિયાદ આપવામાં આવી છે. ફરિયાદ મુજબ, એક હેકરે તેની બેંકનું સર્વર હેક કર્યું અને બેંક મેનેજરનો પાસવર્ડ ક્રેક કર્યો અને તેની મદદથી ૮૯ ખાતાઓમાં ૧૬ કરોડ ૫૦ લાખ રૂપિયાની મોટી રકમ ટ્રાન્સફર કરી. બેંકના અધિકારીઓ જાગી ગયા ત્યાં સુધીમાં બેંકને ખાસ્સુ નુકશાન થયુ હતુ.

ફરિયાદ મુજબ છેતરપિંડી કરનારાઓએ ૮૯ અલગ-અલગ ખાતામાં ૧૬ કરોડ ૫૦ લાખ રૂપિયા જમા કરાવ્યા હતા. તેમજ આ રકમ ૮૪ વખત ટ્રાન્સફર કરવામાં આવી છે. ફરિયાદ મળ્યા બાદ નોઈડા પોલીસ પણ એક્શન મોડમાં આવી ગઈ છે. નોઈડા પોલીસની સાયબર સેલ આ કેસની તપાસ કરી રહી છે. આ ઘટના બાદ અન્ય બેંકોની સુરક્ષા પર પણ સવાલો ઉઠી રહ્યા છે. જ્યારે બેંકો સલામત નથી તો સામાન્ય લોકોના પૈસાનીસુરક્ષાની જવાબદારી કોણ લેશે?