નવીદિલ્હી, દેશભરના બેક્ધ કર્મચારીઓને સુપ્રીમ કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે બેક્ધો દ્વારા પોતાના કર્મચારીઓને પ્રદાન કરવામાં આવતી વ્યાજમુક્ત અને નીચા દરે મળતી લોનને આનુષંગિક લાભ અથવા સુવિધા કેટેગરીમાં વર્ગીકૃત કરતાં ટેક્સ લાગૂ કર્યો છે. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે કે, બેન્કકર્મચારીઓને તેમની બેન્ક તરફથી મળવાપાત્ર નીચા દરે અથવા વ્યાજમુક્ત લોનની સુવિધા ટેક્સને આધિન છે. જેથી તેના પર બેન્ક કર્મચારીઓએ હવેથી ટેક્સ ચૂકવવો પડશે.
આ સંદર્ભે સુપ્રીમ કોર્ટે આવકવેરા અધિનિયમના નિયમોને જાળવવા જોઈએ. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, બેક્ધ કર્મચારીઓને બેક્ધો દ્વારા વ્યાજમુક્ત લોનની સુવિધા આપે છે. જેમાં તેમને ઓછા અથવા વ્યાજ વિના લોન મળે છે. જે સારી સુવિધા છે. જે માત્ર બેક્ધ કર્મચારીઓને જ મળવાપાત્ર છે. પરંતુ આ સુવિધા ફ્રિંજ બેનેફિટ અથવા એમેનિટીજ કરાર કર્યા છે. જેના લીધે લોન ટેક્સેબલ છે.
ઉલ્લેખનીય છે, બેક્ધ કર્મચારીઓના સંગઠનોએ આવકવેરા વિભાગના એક નિયમને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. જેમાં બેક્ધ કર્મચારીઓએ મળતી આ વ્યાજમુક્ત લોન સુવિધાને કર હેઠળ આવરી લેવામાં આવી છે. આવકવેરા અધિનિયમ ૧૯૬૧ની કલમ૧૭(૨) અને ૧૯૬૨ની કલમ ૩(૭)અંતર્ગત કરવેરાને આધિન છે.
જસ્ટિસ સંજીવ ખન્ના અને દીપાંકર દત્તાએ પોતાના ચુકાદામાં જણાવ્યુ હતું કે, અનુલાભ કર્મચારીની સ્થિતિ સાથે જોડાયેલો વધારાનો લાભ છે. જે વેતનના બદલે લાભથી વિપરિત છે. બેન્ચે કહ્યું કે, આ મામલો રોજગાર સાથે જોડાયેલો છે, જેથી આ સુવિધા બેક્ધ કર્મચારીઓને પગાર ઉપરાંત મળતી સુવિધામાં સામેલ હોવાથી તેને અનુલાભ ગણી શકાય. જેથી આવકવેરા અધિનિયમ હેઠળ આવરી લેતાં આ સુવિધા ટેક્સેબલ છે.