મુંબઇ, આ અઠવાડિયે પાંચ બેંક હોલિડે છે. આ Bank Holiday માંથી એક દિવસ રવિવાર આવશે. જ્યારે બાકી ચાર સ્ટેટ સ્પેસિફિક હોલિડે રહેશે.ત્રિપુરામાં આજે ખર્ચી પુજાના કારણે બધી બેંક બંધ રહી હતી. ખયેરપુરના પ્રતિષ્ઠિત ચૌદ દેવતાઓના મંદિરમાં રવિવારે ઔતિહાસિક ’ખર્ચી પૂજા’ શરૂ થઈ. ૨૮ જૂને ઈદ ઉલ અઝહાના અવસર પર કેરળ, મહારાષ્ટ્ર અને જમ્મુ-કાશ્મીરમાં બેંક બંધ રહેશે.
ઈદ-અલ-અધા એટલે બલિદાનનો પર્વ, દુનિયાભરના મુસલમાનો દ્વારા ત્રણથી ચાર દિવસ સુધી ઉજવવામાં આવે છે. આવો તમને પણ જણાવીએ કે આખરે આ સપ્તાહે કયા દિવસે અને કયા કયા રાજ્યોમાં બેંક બંધ રહેવાના છે.
કઈ તારીખે ક્યાં બંધ રહેશે બેંક:
- ૨૬ જૂન ૨૦૨૩: ખર્ચી પૂજાના કારણે ત્રિપુરામાં બેંક બંધ રહી.
- ૨૮ જૂન ૨૦૨૩: ઈદ ઉલ અઝહાના અવસર પર કેરળ, મહારાષ્ટ્ર અને જમ્મુ-કાશ્મીરમાં બેંક બંધ રહેશે.
- ૨૯ જૂન ૨૦૨૩: ઈદ ઉલ અઝહાના અવસર પર બેંક બંધ રહેશે.
- ૩૦ જૂન ૨૦૨૩: રીમા ઈદ ઉલ અઝહાના કારણે મિઝોરમ અને ઓડિશામાં બેંક બંધ રહેશે.
- ૨ જૂન ૨૦૨૩: રવિવારના કારણે આખા દેશમાં બેંક બંધ રહેશે.
Reserve Bank of India એ હોલિડેને ત્રણ કેટેગરીમાં ડિવાઈડ કરી છે. જેમાં નિગોશિએબલ ઈન્સ્ટમેન્ટ્સ એક્ટ હેઠળ હોલિડે, પરક્રામ્ય લેખિત અધિનિયમ અને વાસ્તવિક સમયનું સેટલમેન્ટ રજાઓ અને બેંક એકાઉન્ટ બંધ કરવાની રજાઓનો સમાવેશ થાય છે.
( RBI ) ભારતીય રિઝર્વ બેંકના હોલિડે કેલેન્ડર અનુસાર આ મહિને બેંક ફરી બંધ રહેશે. જેમાં બીજા અને ચોથા શનિવારે સાથે સાથે રવિવાર પણ શામેલ છે. આ વર્ષે જુલાઈમાં સાર્વજનિક અને ખાનગી ક્ષેત્રની બેંક ૧૫ દિવસ બંધ રહેશે. વીકેન્ડ ઉપરાંત, મુહર્રમ, ગુરૂ હરગોવિંદજીના જન્મદિવસે, આશુરા અને કેર પૂજા જેવા અવસરો પર બેંક બંધ રહેશે.