બેંગલુરુ,
બેંગલુરુમાંથી એક ગેંગરેપનો કિસ્સો સામે આવ્યો છે. અહીં ટેક્સી ડ્રાઈવર અને તેમના મિત્રોએ કથિત રીતે ૨૨ વર્ષની એક છોકરી સાથે સામૂહિક બળાત્કાર કર્યો હતો. પોલીસે મંગળવારે તેની જાણકારી આપી હતી. પોલીસે જણાવ્યું છે કે, આ ઘટના શુક્રવારની છે. જ્યારે પીડિતાએ ક્યાંક જવા માટે બાઈક ટેક્સી બુકી કરી હતી. પોલીસે જણાવ્યું છે કે, પીડિતા કેરલની રહેવાસી છે.
પોલીસે જણાવ્યું છે કે, આ ઘટના બેંગલુરુના ઈલેક્ટ્રોનિક સિટી થાનાક્ષેત્રમાં થઈ હતી. પીડિતાએ પોતાની ફરિયાદમાં દાવો કર્યો છે કે, તે અડધી રાતે પોતાના કોઈ મિત્રને મળવા માટે બાઈક ટેક્સી બુક કરી હતી. આ દરમિયાન મહિલાએ દારુ પીધેલો હતો. આ અગાઉ તે પોતાના મિત્રના ઘરે હતી.
પોલીસના જણાવ્યા અનુસાર જ્યારે છોકરીએ આ રાઈડ શેયરીંગ એપ્લીકેશન રેપિડો પર બાઈક બુક કરી તો, તે દારુના નશામાં હતી. ડ્રાઈવરે તેને ડેસ્ટિનેશન સુધી લઈ ગયો અને તે બાઈકથી ઉતરવાની હાલતમાં પણ નહોતી. મોકાના ફાયદો ઉઠાવીને ડ્રાઈવર છોકરીને પોતાના ઘરે લઈ ગયો, જ્યાં પહેલાથી જ અન્ય એક છોકરી બેઠેલી હતી. ત્યાર બાદ ડ્રાઈવરનો બીજો એક દોસ્ત પણ આવ્યો હતો. પીડિતાની ફરિયાદ મુજબ બંનેએ વારાફરતી તેની સાથે દુષ્કર્મ કર્યું હતું.
જો કે, પોલીસે આ મામલો નોંધીને બંને આરોપીઓની ધરપકડ કરી લીધી છે. તો વળી આ મામલામાં બેંગલુરુ પોલીસ આયુક્ત પ્રતાપ રેડ્ડીએ કહ્યું કે, મહિલાએ એક દોસ્તના ઘરેથી બીજા મિત્રના ઘરે જવા માટે રેપીડો બાઈક ટેક્સી બુક કરી હતી. રસ્તામાં ડ્રાઈવરે મોકાનો ફાયદો ઉઠઆવી પીડિતાને પોતાના ઘરે લઈ ગયો, જ્યાં પોતાના દોસ્ત સાથે મળીને યુવતી પર રેપ કર્યો. આ દરમિયાન એક મહિલા પણ ત્યાં હાજર હતી.