બેંગલુરૂ માં કોહલીએ ટી ૨૦ ક્રિકેટમાં ઐતિહાસિક રેકોર્ડ બનાવી દીધો

બેંગલુરૂ : આઈપીએલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ અને પંજાબ કિંગ્સની ટક્કર થઈ હતી. આ આઈપીએલના ઈતિહાસમાં પ્રથમવાર છે જ્યારે હોળી પર કોઈ મેચ રમાઈ રહી છે. આ ખાસ દિવસે વિરાટ કોહલીના બેટથી એક ખાસ ઈનિંગ જોવા મળી છે. તેણે ટી૦૨૦ ક્રિકેટમાં ખાસ રેકોર્ડ બનાવી દીધો છે. વિરાટ કોહલીએ બેટથી પંજાબ કિંગ્સ વિરુદ્ધ મેચમાં કમાલ કર્યો છે. વિરાટ કોહલીએ ૩૧ બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. આ ટી૨૦ ક્રિકેટમાં વિરાટનો ૧૦૦મો ૫૦ સ્કોર છે. આ સાથે તે ટી૨૦ ક્રિકેટમાં ૧૦૦ ર્૫ રનની ઈનિંગ રમનાર વિશ્વનો ત્રીજો બેટર બની ગયો છે. વિરાટ કોહલી આ સિદ્ધિ મેળવનાર પ્રથમ ભારતીય છે. વિરાટ કોહલી પહેલા આ કારનામુ ક્રિસ ગેલ અને ડેવિડ વોર્નર કરી ચૂક્યા છે.

ટી ૨૦ ક્રિકેટમાં સૌથી વધુ વખત ૫૦ રન

ક્રિસ ગેલ – ૧૧૦ વખત,ડેવિડ વોર્નર – ૧૦૯ વખત,વિરાટ કોહલી – ૧૦૦ વખત,બાબર આઝમ – ૯૮ વખત

વિરાટ કોહલીએ પંજાબ કિંગ્સ વિરુદ્ધ ૭ ચોગ્ગા ફટકારતા આઈપીએલમાં સૌથી વધુ ચોગ્ગા ફટકારનાર બેટરોના લિસ્ટમાં ડેવિડ વોર્નરથી આગળ નિકળી ગયો છે. ડેવિડ વોર્નર ૬૪૯ ચોગ્ગાની સાથે આ લિસ્ટમાં બીજા સ્થાને છે. પરંતુ હવે વિરાટ કોહલી ૬૫૦ ચોગ્ગાની સાથે બીજા સ્થાને આવી ગયો છે. તો શિખર ધવન ૭૫૯ ચોગ્ગાની સાથે પ્રથમ સ્થાને છે.

આઈપીએલમાં સૌથી વધુ ચોગ્ગા ફટકારનાર ખેલાડી

શિખર ધવન- ૭૫૯ ચોગ્ગા,વિરાટ કોહલી- ૬૫૦ ચોગ્ગા,ડેવિડ વોર્નર- ૬૪૯ ચોગ્ગા,રોહિત શર્મા- ૫૬૧ ચોગ્ગા,સુરેશ રૈના- ૫૦૬ ચોગ્ગા