બાંગ્લાદેશી સાંસદના શરીરની ચામડી કાપવામાં આવી હતી, માંસ કાપીને પેક કરવામાં આવ્યું હતું,ક્સાઈનો ખુલાસો

કોલકાતા, બાંગ્લાદેશના સાંસદની હત્યા કેસમાં એક મોટી સફળતા મળી છે.સીઆઇડી અને એસટીએફએ આ હત્યામાં સંડોવાયેલા એક શકમંદની ધરપકડ કરી છે. સીઆઇડી અને એસટીએફનું કહેવું છે કે પકડાયેલ આરોપી ક્સાઈ છે જે અન્ય આરોપીઓ દ્વારા ખાસ મુંબઈથી લાવ્યો હતો. તે મુંબઈમાં રહેતો હતો, જે ગેરકાયદેસર ઈમિગ્રન્ટ છે. ધરપકડ કરાયેલા આરોપીની ઓળખ જેહાદ હવાલદાર (૨૪) પુત્ર જોયનલ હવાલદાર, બેરકપુર, પોલીસ સ્ટેશન- દિઘોલિયા, જિલ્લો- ખુલના, બાંગ્લાદેશ તરીકે કરવામાં આવી છે. જેહાદ હવાલદારને ૨ મહિના પહેલા બાંગ્લાદેશી મૂળના અમેરિકન અખ્તરુઝમાન દ્વારા કોલકાતા લાવવામાં આવ્યો હતો, જે આ આયોજનબદ્ધ ઘૃણાસ્પદ હત્યાનો માસ્ટરમાઈન્ડ છે.

પૂછપરછ દરમિયાન, ધરપકડ કરાયેલા આરોપી જેહાદ હવાલદારે આરોપની કબૂલાત કરી છે. તેણે એ પણ જણાવ્યું કે અખ્તરુઝમાનના આદેશ પર તેણે અને અન્ય ચાર બાંગ્લાદેશી નાગરિકોએ સાંસદનું તેના ફ્લેટમાં ગળું દબાવીને હત્યા કરી હતી. હત્યા કર્યા પછી, તેણે ફ્લેટમાં તેના આખા શરીરની ચામડી કાપી નાખી. આ પછી શરીરના તમામ માંસને કાઢી નાખવામાં આવ્યું હતું. સાંસદની ઓળખ ભૂંસવા માટે માંસ કાપવામાં આવ્યું હતું. આ પછી તેણે બધું પોલીથીનમાં પેક કર્યું. તેઓએ સાંસદના હાડકાંના નાના ટુકડા કરી નાખ્યા અને પેક પણ કર્યા.

આ તમામ કામ એ જ ફ્લેટમાં કરવામાં આવ્યું હતું જ્યાં સાંસદની હત્યા કરવામાં આવી હતી. આ પછી આરોપીએ ફ્લેટ માંથી માંસ અને હાડકાં ભરેલા પેકેટો બહાર કાઢ્યા. આ પછી તે બહાર જવા માટે પરિવહનના વિવિધ માધ્યમોનો ઉપયોગ કરતો હતો. તેણે કોલકાતામાં જ આ સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હતો. હવે ધરપકડ બાદ આ આરોપીને બારાસત કોર્ટમાં મોકલવામાં આવશે. અહીં પીસીને તેના નિવેદનની ખરાઈ કરવા અને શરીરના અંગો રિકવર કરવા માટે રિમાન્ડ પર લેવામાં આવશે.